આ યોજના દરેક સગર્ભા માતાઓને લાભ મળશે. આ યોજનામાં સગર્ભા માતાઓને મળશે 6000 રૂપિયા જે બેંક ખાતા માં આવશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે. આ યોજના ગુજરાતની દરેક સગર્ભા સ્ત્રીઓને મળવાપાત્ર છે. આ માટે તમે ગુજરાતના નિવાસી હોવું જરૂરી છે. આ યોજનાને લગતી વિગતવાર માહિતી નીચે આપવામાં આવી છે.

Kasturba Nutrition Assistance Scheme 2021


લાભ કોને મળે

શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ. (ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે)

જે જિલ્લાઓમાં ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે.

લાભ ક્યાંથી મળે

નજીકના સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે. નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં / પોસ્ટ ઑફિસ ખાતામાં જમા થશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

લાભાર્થી એ મમતા દિવસે સગર્ભાવસ્‍થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એફ.એચ. ડબ્લ્યુ. પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.

ગરીબી રેખા હેઠળ ની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે.

ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદ ના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી  સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ પુર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે.

યોજના અંતર્ગત સહાય/લાભ

સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતાદિવસે નોંધણી કરાવવાથી રૂપિયા 2000 ની સહાય.

સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂપિયા 2000 ની સહાય.

બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના 9 મહિના પછી અને 12 મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્‍યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂપિયા 2000 ની સહાય.

આમ, કુલ રૂપિયા 6000 ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

આ યોજના દરેક સગર્ભા માતાઓને લાભ મળશે. આ યોજનામાં સગર્ભા માતાઓને મળશે 6000 રૂપિયા જે બેંક ખાતા માં આવશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે. આ યોજના ગુજરાતની દરેક સગર્ભા સ્ત્રીઓને મળવાપાત્ર છે. આ માટે તમે ગુજરાતના નિવાસી હોવું જરૂરી છે. આ યોજનાને લગતી વિગતવાર માહિતી નીચે આપવામાં આવી છે.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.