મા અને મા વાત્સલ્ય યોજના 2021

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.

મા અને મા વાત્સલ્ય યોજના 2021
રાજ્ય સરકારે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારીમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે અમલી બનાવેલી મા યોજના અને મા વાત્સલ્ય યોજનાનું ભારત સરકારની આયુષમાન ભારત યોજના સાથે મર્જર કરવામાં આવ્યું છે. જેથી હવે આ ત્રણ પૈકી કોઇપણ યોજનાનું કાર્ડ હશે તે લાભાર્થીને એકસરખો 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાનો લાભ મળશે.

લાભ કોને મળે

મા યોજના રાજયના તમામ જિલ્‍લાના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારના (નગરપાલિકા વિસ્‍તાર, મહાનગર પાલિકા વિસ્‍તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્‍ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે.

મા વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 4 લાખથી ઓછી આવક ધરાવતા અને સિનિયર સિટીઝન માટે રૂપિયા 6 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના મહત્તમ 5 સભ્યોને લાભ મળી શકે છે.

આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011 અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગનો સમાવેશ. કુટુંબની વ્યાખ્યામાં કોઈપણ મર્યાદા વગર તમામ સભ્યોને લાભ મળશે.

લાભ ક્યાંથી મળે

આ યોજના હેઠળ નિયત ચેકલીસ્‍ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્‍થાઓ/ ખાનગી હોસ્‍પિટલોને કરારબધ્‍ધ કરવામાં આવેલ છે. આ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

સૌ પ્રથમ લાભાર્થીનું નામ અને તેમના કુટુંબના સભ્યોના નામ નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011 ની યાદીમાં હોવું જોઈએ. 

લાભાર્થીએ પોતાના આધારકાર્ડ, ઇ-કાર્ડ, મા અથવા મા વાત્સલ્ય કાર્ડમાંથી કોઈપણ એક કાર્ડ અને પોતાનું રાશન કાર્ડ સી.એસ.સી. તેમજ યોજના સાથે સંકળાયેલ હોસ્પિટલે લઈ જવાનું રહેશે. 

હોસ્પિટલ કક્ષાએ પ્રધાનમંત્રી આરોગ્યમિત્રને ઉક્ત દસ્તાવેજ બતાવવાના રહેશે.

લાભાર્થી દ્વારા રજૂ કરેલ દસ્તાવેજોના આધારે પ્રધાનમંત્રી આરોગ્યમિત્ર સંપૂર્ણ ઓળખની ઓનલાઇન ખરાઈ મેળવશે અને ત્યારબાદ ઇ-કાર્ડ આપશે.

ખરાઈ થયા પછી લાભાર્થી યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકશે.

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂપિયા 5 લાખ (અંકે રૂપિયા પાંચ લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે.

આ યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. ગરીબ પરિવારમાં લગ્ન પછી આવેલી મહિલા તેમજ નવજાત બાળકને પણ યોજનાનો લાભ મળશે.આ યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. ગરીબ પરિવારમાં લગ્ન પછી આવેલી મહિલા તેમજ નવજાત બાળકને પણ યોજનાનો લાભ મળશે.
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment