મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતની ભાવિ પેઢીને તંદુરસ્ત અને પોષણયુક્ત બનાવવાના રાજ્યવ્યાપી મહાઅભિયાન તહેત પૂરક પોષણ આહાર બાલ અમૃતમ અને માતા, કિશોરીઓને આયર્નની ટેબ્લેટ અને લોહતત્વયુક્ત આહાર માટેની મિશન શક્તિ યોજનાનો વનવાસી ક્ષેત્ર ડાંગ, આહવાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે લોકોને સંબોધતા કહ્યું કે ગુજરાતની ઉજ્જવળ આવતી કાલ સમા બાળકોને તંદુરસ્ત, સ્વસ્થ અને મસ્ત રાખવા અમે પ્રતિબદ્ધ છીએ, અને સૌના સાથ, સૌના વિકાસની નેમને સાકાર કરી, વનવાસી ક્ષેત્ર હોય કે શહેરી ક્ષેત્ર હોય ગુજરાતનો પ્રત્યેક બાળક, પ્રત્યેક કિશોરી, માતા તંદુરસ્ત રહે તેવી અમારી શાસન નેમ છે. ડાંગ જિલ્લો કુદકે ને ભૂસકે પ્રગતિ કરે, વિકાસની તેજગતિમાં સૌથી મોખરે રહે તેવા રાજ્ય સરકારના પ્રયાસોમાં જનસહયોગ ખૂબ મહત્વનો છે.
લાભ કોને મળે
નવજાત શિશુ થી લઈને 6 વર્ષ સુધીના બાળકને
તમામ અતિગંભીર કુપોષિત બાળકો
લાભ ક્યાંથી મળે
આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તાલુકા કક્ષાએ પ્રા.આ.કેન્દ્ર / સા.આ.કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ જિલ્લા હોસ્પિટલ / મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મળશે. જયારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ મળી શકશે.
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશે ત્યારબાદ સ્ત્રી આરોગ્ય કાર્યકર આ બાળકોનું સ્ક્રિનિંગ કરશે. જેમાં તબીબી સારવાર જરૂરિયાત સિવાયના બાળકોને સામુદાયિક સ્તરે આંગણવાડી ખાતે થેરાપ્યુટિક કોમ્પ્લિમેન્ટ્રી ફૂડ મારફત સારવાર કરવામાં આવે છે. જયારે સામાન્ય તથા સાધન તબીબી સારવારની જરૂરિયાત વાળા બાળકોને ક્રમશ: પ્રા.આ.કેન્દ્ર / સા.આ.કેન્દ્ર ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર પર અને જિલ્લા હોસ્પિટલ / મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળ સંજીવની કેન્દ્ર પર સારવાર અર્થે મોકલવામાં આવે છે. ઉપરાંત મમતા દિવસે અને હોસ્પિટલમાં ઓ.પી.ડી. દરમ્યાન કુપોષિત બાળકોનું સ્ક્રિનિંગ કરી તેઓને બાળ સેવા કેન્દ્ર / બાળ સંજીવની કેન્દ્ર પર રીફર કરવામાં આવે છે.
યોજના અંતર્ગત સહાય / લાભ
આ યોજના અંતર્ગત 6 વર્ષ સુધીના અતિગંભીર કુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે. આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વારા થાય છે. બીમારી ન હોઈ તેવા અતિગંભીર કુપોષિત બાળકોની આંગણવાડી ખાતે સામુદાયિક સ્તરે સારવાર કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે તથા બીમાર અતિગંભીર કુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર અને બાળ સજીવની કેન્દ્ર ખાતે તબીબી સારવાર અને પોષણ પૂર્વસન અર્થે મોકલવામાં આવે છે.
Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.
0 ટિપ્પણીઓ