આ યોજના નસબંધી કરાવેલ દંપતી ને મળવાપાત્ર છે. આ યોજના ની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

દીકરી યોજના 2021


લાભ કોને મળે

દીકરો ન હોય ફકત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવે તે સમયે લાભાર્થીની ઉંમર 32 વર્ષથી ઓછી હોય તો તેઓને રાષ્‍ટ્રીય બચતપત્રો આપવાની રાજયસરકારશ્રીની ખાસ પુરસ્‍કાર યોજના છે.

લાભ ક્યાંથી મળે 

યોજનાનો લાભ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીની કચેરી ધ્‍વારા આપવામાં આવશે.

લાભ મેળવવા માટેની પદ્ધતિ

જે જગ્‍યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્‍દ્ર ખાતે અરજી કરવાની રહેશે.

લાભ કેટલો મળે

(૧) દીકરો ન હોય અને ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. 6000/- (NSC) બચતપત્રો.
(૨) દીકરો ન હોય અને ફકત ૨ દીકરી હોય તેવા દંપતિને રૂ. 5000/- (NSC) બચતપત્રો.

અટલ સ્નેહ યોજના 2021

ગુજરાતની રાજ્ય સરકાર કિંમતી કલાકો દરમિયાન માણસનું જીવન બચાવવા નવી સ્વાસ્થ્ય નીતિના ભાગરૂપે એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની યોજનામાં છે.

ખામી સાથે જ જન્મતા નવજાત શીશુઓને તબીબી સારવાર આપવા માટે ગુજરાતની રાજ્ય સરકાર આ યોજના શરૂ કરશે. અટલ સ્નેહ યોજના હેઠળ ટીમ તરીકે કામ કરવા માટે રાજ્ય સરકારે આશા વર્કર્સને નિયુક્ત કર્યા છે.

નવજાત શીશુઓમાં ખામી શોધવા માટે, સરકારી અને ખાનગી બંને હોસ્પિટલ્સમાં પ્રસૂતિ સમયે જ કરવામાં આવશે. જો પ્રસૂતિ હોસ્પિટલમાં ન થઈ હોય તો, એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટના મહિલા સ્વાસ્થ્ય કાર્યકરો અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના સભ્યો બાળકનું સ્ક્રિનિંગ કરશે.

લાભ કોને મળે

નવજાત શિશુથી લઈને 18 વર્ષની વયજૂથના તમામ બાળકો.

લાભ ક્યાંથી મળે

સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રી, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસરશ્રી દ્વારા સરકારી કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં સેવાઓ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ વધુ મહિતિ માટે તમારા વિસ્તારના આરોગ્ય કાર્યકર/આશાનો સંપર્ક કરી શકાશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

સરકારી કે ખાનગી પ્રસુતિગ્રુહ અથવા ઘરે થયેલ પ્રસુતિમાં મળી આવેલ ઉપર મુજબની ખામીવાળા નવજાત શિશુઓની નોંધણીને ધ્યાને લઇ આર.બી.એસ.કે. ટીમ દ્વારા જરૂરી સારવાર માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

યોજના અંતર્ગત સહાય / લાભ

જન્મજાત ખામીઓ નું સ્ક્રિનિંગ
ન્યુરલ ટ્યુબ ડીફેકટ (શરીરના પાછળના ભાગે કરોડરજ્જુના ભાગે જન્મજાત ગાંઠ હોવી)
ક્લેફ્ટલીપ અને પેલેટ (જન્મજાત કપાયેલ હોઠ અને તાળવાની ખામી)
ક્લબ ફૂટ (જન્મજાત વળેલા પગ)
ડેવલોપમેન્ટ ડીસપ્લેઝીયા ઓફ હીપ
કન્જનાઇટલ હાર્ટ ડીસીઝ (જન્મજાત હ્રદયરોગ)
કન્જનાઇટલ કેટરેકટ (જન્મજાત મોતિયો)
કન્જનાઇટલ ડેફનેસ (જન્મજાત બધિરતા)
રેટીનોપેશી ઓફ પ્રેમેચ્યોરીટી
ડાઉન સિન્ડ્રોમ
અન્ય નોંધપાત્ર ખોડ.

ઉપર મુજબની જન્મજાત ખામીઓનું પ્રસુતિ દરમ્યાન અને બાળકને પ્રસુતિગ્રુહમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ચકાસણી પૂર્ણ કરી નવજાત શિશુની સારવાર અંગેનું આયોજન કરવામાં આવે છે.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.