અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા માટે ડો. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ સહાય યોજના શરુ કરવામાં આવી છે.

Dr. Babasaheb Ambedkar Foreign Study Assistance Scheme


યોજનાનો હેતુ

અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા ₹.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.

નિયમો અને શરતો

મુળ ગુજરાત રાજયના વતની હોવા જોઇએ.
સ્‍નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્‍યા હોય તેઓને પોસ્‍ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્‍ચ કક્ષાના સંશોધન અને કોમ્‍પ્‍યુટર ક્ષેત્રના અભ્‍યાસક્રમો માટે લોન.
ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન.
યોજનાનો લાભ પુત્રવધુને આપી શકાશે પરંતુ કુટુંબ દીઠ ફકત એકજ વ્‍યકિતને મળવાપાત્ર.
કોઇ આવક મર્યાદા નથી
લોન મેળવનાર લાભાર્થી એ અભ્‍યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી પાંચ વર્ષ માટે આપવાની રહેશે.
લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્‍યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે. પરંતુ લોનની વસુલાત ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે.
લાભાર્થીએ તેના લોનના નાણા મળ્યાની તારીખથી એક માસની અંદર અભ્યાસક્રમ શરૂ કરવાનો રહેશે. વળી લાભાર્થીએ તેના અભ્યાસક્રમનો પ્રગતિનો ત્રિમાસિક અહેવાલ સબંધિત શૈક્ષણિક સંસ્થા પાસેથી મેળવી નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરને નિયમિત રજુ કરવાનો રહેશે.
વિદ્યાર્થી વિદેશની જે સંસ્થામાં શિક્ષણ મેળવે તે સંસ્થા જે તે સરકાર ધ્વારા માન્ય થયેલ હોવી જોઇએ અને મેળવેલ ડીગ્રી જે તે દેશમાં સ્વીકૃત થયેલી હોવી જોઇએ.
લાભાર્થીએ બે સધ્ધર જામીન રજુ કરવાના રહેશે.
વિદેશમાં જતાં ૫હેલા અરજદારે પાસપોર્ટ,સ્ટુડન્ટ વિઝા,વિદેશમાંની માન્ય યુનીવર્સીટીમાં પ્રવેશ મળ્યા અંગેનો ૫ત્ર વગેરે આધારા રજુ કરવાના રહેશે.
આવા અભ્યાસક્રમમાં દાખલ થવા ઇચ્છતા ઉમેદવારના કોઇ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાંકીય જવાબદારી માટેપુરસ્કૃત કરેલ હોવા જોઇએ નહી.
ધોરણ-૧૦ પાસ કર્યા ૫છી આઇ.ટી.આઇ.નો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્ષ કરેલ હોય અને તે માટેની એન.સી.વી.ટી અથવા જી.સી.વી.ટી.ની ૫રીક્ષા પાસ કરેલ હોયતો તે વિદ્યાર્થીઓએ પોતાની ૫સંદગી અનુસાર ગુજરાત માધ્યમીકઅને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ની ધો. ૧૨ ની અથવા ગુજરાત ઓ૫ન સ્કુલ એકઝામીનેશનની અંગ્રેજી વિષયની ૫રીક્ષા પાસ કરે તો તે વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ ૫છીના અભ્યાસક્રમોમાં પ્રવેશના હેતુસર ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે.
જે વિદ્યાર્થીએ ધો.૧૦ ૫છી પોલીટેકનીકમાં ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરેલ હોય તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે
વિઝા અને એરટીકીટ રજુ કર્યા પછી જ મંજુરીની કાર્યવાહી કરવામાં આવશે.
ધોરણ 12 પછીના અભ્યાસક્રમ માં જવા માટે 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.

લાભ કોને મળે

અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે

કેટલો લાભ મળે

રૂપિયા 15 લાખની લોન 4% ના વ્યાજ દરે આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે

નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.