સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય યોજના 2021

અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે.

સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય યોજના 2021


ઉદ્દેશ

રાજ્યના છ મહાનગરોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે નિવાસી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે મેગા સમરસ હોસ્ટેલોનું નિર્માણ કરવું.

ભૌગોલિક ભૂમિભાગ

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ અને રાજકોટ

કોને લાભ મળે

અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને

પાત્રતાના માપદંડો

વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજીથી મેરિટના ધોરણે પ્રવેશ મળવાપાત્ર છે.

અપેક્ષિત લાભાર્થીઓ

લગભગ ૧૨,૦૦૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ

ક્ષમતા

પ્રત્યેક હોસ્ટેલ દીઠ ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટેની ક્ષમતા

કેટલો લાભ મળે

વિદ્યાર્થીઓને રહેવા જમવાની અતિ આધુનિક સુવિધા અને સગવડ ધરાવતા છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે

હાલની સ્થિતિએ છાત્રાલયના બાંધકામ ચાલુ છે.

શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના 2021

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં 25 નવેમ્બરથી 30 જાન્યુઆરી સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાશે. નવજાત શિશુથી 18 વર્ષ સુધીના શાળાએ જતા બાળકોનું આરોગ્યની તપાસ અને સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ગુરુકુળ સેક્ટર 23 અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલથી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એક કરોડ 59 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસની કરાશે. ચાર લાખથી પણ વધુ મેનપાવર કામે લાગશે.

લાભ કોને મળે

નવજાત શિશુથી 18 વર્ષના તમામ બાળકો
પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના 18 વર્ષ સુધીના વિધાર્થીઓ, મદ્દેસા અને ચિલ્ડ્રનહોમના બાળકો.

લાભ ક્યાંથી મળે

નજીકના સરકારી દવાખાના, પ્રા.આ.કેન્‍દ્ર, સા.આ.કેન્‍દ્ર, અર્બન હેલ્‍થ સેન્‍ટર અને જનરલ હોસ્‍પિટલ.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર તબીબી અધિકારી/આર.બી.એસ.કે.ટીમ દ્વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી./ હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે. જેનું સંદર્ભકાર્ડ તબીબી અધિકારી દ્વારા ભરી આપવામાં આવે છે. હૃદય, કિડની, કેન્સર જેવી ગંભીર બીમારીવાળા બાળકોને રાજ્યની એપેક્ષ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે.

યોજના અંતર્ગત સહાય / લાભ

આરોગ્ય તપાસ અને સારવાર
સંદર્ભ સેવા
વિના મૂલ્યે ચશ્મા વિતરણ
કેન્સર, હ્રદય તેમજ કિડની જેવા ગંભીર રોગની કિડની પ્રત્‍યારોપણ સહિતની સારવાર
લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકંલીપર ઇમ્પ્લાન્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને કલબફૂટની સારવાર.
જન્મજાત કપાયેલા હોઠ અને તાળવા તથા જન્મજાત બધિરતા, જેવી જન્મજાત ખામીઓની સારવાર
જુવેનાઈલ ડાયાબિટીસ અને વાઇની બીમારીઓનો પણ સમાવેશ 
માનસિક આરોગ્યનો સમાવેશ
4-ડી પ્રમાણે 30 પ્રકારના રોગોની સારવાર
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment