અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ કોમર્શીયલ પાયલોટ માટે લાઇસન્સની ટ્રેનીંગ ની તાલીમ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ યોજના શરુ કરવામાં આવી છે.

Commercial Pilot Training Loan Assistance Scheme 2021.png


ઉદ્દેશ્ય

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા અને પાઇલટ્સ તરીકે તૈયાર કરવા.

યોગ્યતાના માપદંડ

આવકની કોઈ મર્યાદા નથી.
SSC પાસ અથવા વધુ

નિયમો અને શરતો

કોમર્શીયલ પાયલોટ લાઇસન્સ ટ્રેનીંગ તાલીમ મેળવવા ઇચ્છતા ઉમેદવારે મેટ્રીકયુલેશન અથવા હાયર સેકન્ડરી સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ ઉ૫રાંત ઉમેદવાર જે સંસ્થામાં તાલીમ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થાએ કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમવર્ગમાં દાખલ થવા માટે નકકી કરેલ બધી જ શૈક્ષણિક તાંત્રિક તેમજ જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.

આવી તાલીમ આ૫નાર દેશ/વિદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નકકી કરી હોય તે તથા આવી તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણ૫ત્રો જેવા કે મેડીકલ સર્ટીફીકેટ ફીટનેસ સર્ટીફીકેટ વગેરે મેળવેલ હોવા જોઇએ.

તાલીમાર્થી વિદેશની જે સંસ્થામાં તાલીમ મેળવે તે સંસ્થા તેમના દેશની સરકાર દ્વારા આવી તાલીમ આ૫વા માટે માન્ય થયેલી હોવી જોઇએ તથા આવી તાલીમ બાદ મેળવવામાં આવતા કોમર્શીયલ પાયલટ લાયસન્સ, તે દેશમાં સ્વીકૃત થયેલા હોવા જોઇએ ત્યાર ૫છી ભારતમાં તે લાયસન્સ સ્વીકૃત કરાવવા માટે તાલીમાર્થીએ જરૂરી કાયદેશરની કાર્યવાહી એક વર્ષની અંદર પુરી કરવાની રહેશે.

તાલીમ આ૫નાર સંસ્થા તરફથી ઉમેદવારને પ્રવેશ આપ્યા અંગેનો સંમતી૫ત્ર મળ્યા બાદ જ સહાય મંજુર કરવામાં આવશે, તાલીમાર્થીએ તેમની તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો જે તે સંસ્થા પાસેથી મેળવી રજુ કરવાના રહેશે

લાભાર્થીએ તાલીમ પુર્ણ કર્યા બાદ તેમની સેવાઓ ભારતમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે આ૫વાની રહેશે. જો તેઓ ૫રદેશમાં સ્થાયી થશે તો આવી સહાયની રકમ સંપુર્ણ૫ણે વ્યાજ સાથે ગુજરાત સરકારને ૫રત કરવાની રહેશે. આમાં કોઇ છુટછાટ મુકવામાં આવશે નહી.

આવી તાલીમ લેવા ઇચ્છતા ઉમેદવારના કોઇ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીઓને તેઓ દ્વારા નાણાંકીય જવાબદારી માટે પૃરસ્કૃત (SPONSER) કરેલ હોવા જોઇએ નહી.

આ યોજના નીચે આ૫વામાં આવતી રકમ તાલીમ માટે ખરેખર જેટલી રકમની જરૂરત રહેશે તેટલી રકમ પુરતી મર્યાદીત રહેશે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટયુશન ફી તથા અન્ય આનુષંગીક ખર્ચનો સમાવેશ થશે. આ બાબતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણનો નિર્ણય આખરી ગણાશે.

વિદેશમાં તાલીમ લેવા ઇચ્છતા તાલીમાર્થીઓને આ યોજના હેઠળની રકમ ચુંકવતી વખતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા નિયત થયેલા વિનિમય દરે સહાયની રકમ ચુંકવવામાં આવશે. અને તાલીમાર્થીઓના ભથ્થાઓમાં રીઝર્વ બેંકની મંજુરી ૫ણ મેળવવાની રહેશે. રીઝર્વ બેંક જેટલા પ્રમાણમાં તાલીમ ફી(TUITION FEE), નિર્વાહ ભથ્થા (વધુમાં વધુ છ મહીના માટે) અને શરૂઆતના સાધનો માટેના ભથ્થાઓ મંજુર કરશે તેટલા પ્રમાણમાં જ લોન મંજુર થઇ શકશે.

તાલીમાર્થીએ ખરેખર લોનના નાણાં ચુંકવ્યાની તારીખથી એક મહિનાની અંદર તાલીમ શરૂ કરવાની રહેશે. વળી તાલીમાર્થીએ પોતાની તાલીમની પ્રગતીનો ત્રીમાસીક અહેવાલ; તાલીમ આ૫તી સંસ્થામાંથી મેળવીને નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણ, ગુજરાત રાજય ગાંધીનગરને રજુ કરવાનો રહેશે.

અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયમિત ભરપાઇ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સામે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે. દંડનીય હપ્તાઓ ભરવામાં કસુર થશે તો ચડતર તેમજ બાકીની વસુલાત કરવાની તમામ કમ અને અન્ય ખર્ચ એકી સાથે મહેસુલી રાહે વસુલ કરવામાં આવશે.

લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવા માટે અરજદારને છુટ રહેશે.

આ લોનનો ઉ૫યોગ અરજદાર જો બીજા કોઇ હેતુ માટે કરશે તો લોનની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી (એક સાથે) દંડનીય વ્યાજ સાથે ૫રત વસુલ લેવામાં આવશે.

લાભાર્થીએ બે યોગ્ય જામીન રજુ કરવાના રહેશે.

લાભાર્થીને લોનની ચુંકવણી થયાની તારીખથી એક વર્ષ ૫છી લોનની વસુલાત શરૂ કરવામાં આવશે. લાભાર્થીએ લોનની ૫રત ચુંકવણી ૧૦ વર્ષમાં મુદલ અને વ્યાજ ૨ વર્ષ એમ મળી કુલ ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ વ્યાજ સહીત ભરપાઇ કરવાની રહેશે. તે અનુસાર માસીક હપ્તાની રકમની ગણતરી કરી વસુલાત કરવામાં આવશે.

લાભ કોને મળે

અનુસૂચિત જાતીના લોકોના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટ માટે લાઇસન્સની ટ્રેનીંગ ની તાલીમ અર્થે

કેટલો લાભ મળે

રૂપિયા 25 લાખની લોન 4% ના વ્યાજના દરે આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે

નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.