આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 28 આદર્શ નિવાસી શાળાઓ ચાલે છે. અને 2229 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
કોને લાભ મળે
ધોરણ 9 થી 12 સુધીના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને
કેટલો લાભ મળે
અનુસૂચિત જાતિનાં ધોરણ ૯ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને રહેવા, જમવાની અને ભણવાની વિના મૂલ્યે સવલતો પુરી પાડવામાં આવે છે.
પાત્રતાના માપદંડો
આવક મર્યાદા નથી.
ધો. ૮માં ૫૦ ટકા મેળવનાર વિદ્યાર્થીને મેરિટ મુજબ પ્રવેશ.
લાભ ક્યાંથી મળે
નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી
સઘન મિશન ઇન્દ્રધનુષ યોજના 2021
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો. ૨૦૦૯થી ૨૦૧૩ના ગાળામાં રસીકરણનો લાભ ૬૧થી વધીને ૬૫% થયો હતો, વાર્ષિક માત્ર ૧%ની વૃદ્ધિ ગણાય. ૨૦૨૦ની સાલ સુધીમાં તમામ બાળકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવા માટે વાર્ષિક ૫% વૃદ્ધિદરનો લક્ષ્યાંક રાખવાના હેતુથી ઇન્દ્રધનુષ અભિયાન શરૂ કરાયું છે.
રસી દ્વારા અટકાવી શકાતા રોગોનો ભોગ એક પણ બાળક ન બને તે માટે સાલ ૨૦૨૦ સુધીમાં દેશના તમામ બાળકોને આવરી લેવા છે. ૧૨ જેટલા જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે ૨ કરોડ ૬૦ લાખ બાળકોને ભારથી સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ રસી મૂકવામાં આવે છે. ક્ષય, ડીપ્થેરીયા, ધનીર, પોલીયો, કમળો, ન્યુમોનિયા, મગજનો તાવ, ઇન્ફ્લ્યુએન્ઝા-ટાઈપ-બી, ઓરી, અછબડા, જાપનીઝ અન્સિફેલાઈટીઝ, રોતા વાઈરસ ડાયેરિયા વગેરે રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
અમલીકરણ-રસીકરણ ઝૂમ્બેશમાં નથી આવરી શક્યાં અથવા કોઈ કારણસર બાળકોને રસીઓનો લાભ નથી લીધો, એવા વિસ્તારો શોધી કાઢીને ત્યાં બધા જ બાળકોને સમાવી લેવાના પ્રયત્નો કરાશે. બાળકમાં પ્રારંભથી જ રોગ સામે લડવાની તાકાત આવે તે હેતુથી સગર્ભા સ્ત્રીઓને ધનુરની રસી, ઓ.આર.એસ.ના પડીકા અને ઝીંકની ગોળીઓ પૂરી પાડશે, એ સાથે મહિલાઓને સખ્ત ઝાડા થઈને લોહીમાંથી પાણીનું પ્રમાણ ઘટી જવાની ફરિયાદ દૂર કરવા વિટામીન-એ પણ આપવામાં આવે છે.
લાભ કોને મળે
રસીકરણ થી વંચિત રહી ગયેલ સગર્ભા માતાઓ અને નવજાત શિશુ થી બે વર્ષ સુધીના બાળકો.
લાભ ક્યાંથી મળે
મિશન ઇન્દ્રધનુષ ના રાઉન્ડ દરમ્યાન નિયત કરેલ મમતા સેશન પર
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારો જેવા કે શહેરની ઝૂંપડપટ્ટીઓ કે કામચલાઉ છપરા, વિચરતી જાતિના લોકો, ઇંટોના ભઠ્ઠા પર કામ કરનારા લોકો, બાંધકામ સ્થળે મજૂરી કરતાં લોકો, ધંધા-રોજગાર અર્થે ભટકતું જીવન જીવતાં લોકો જેમાં માછીમાર લોકોના ઋતુ અનુસારના સ્થળાંતરો, નદીકાંઠે વસતા લોકો, જંગલોમાં ભટકતા લોકો, જંગલ કે આદિવાસી પ્રદેશોમાં સાવ વિખૂટા રહીને જીવતાં લોકો જ્યાં ઓછું રસીકરણ જોવા મળે છે તેવા વિસ્તારો આવરી લેવાના હોય છે.
સગર્ભા માતાઓ અને નવજાત શિશુ થી બે વર્ષ સુધીના બાળકોની માથાદીઠ નોંધણી દ્વારા આશાબેન, આંગણવાડી કાર્યકર દ્વારા નામજોગ યાદી તૈયાર કરવામાં આવે છે.
ત્યારબાદ મિશન ઇન્દ્રધનુષના રાઉન્ડ મુજબ માઈક્રોપ્લાનીંગ તૈયાર કરી આ લાભાર્થીઓને વધારાના મમતા સેશનનું આયોજન કરી રસીકરણની સેવાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે.
યોજના અંતર્ગત સહાય / લાભ
સગર્ભા માતાઓ અને બાળકોને નિઃશુલ્ક રસીકરણ સેવાઓ.
સગર્ભા માતાઓને ધનુર થી તેમજ બાળકોને 8 ઘાતક રોગો જેવા કે ટી.બી., પોલીયો, ડિપ્થેરિયા, ઉટાટીયુ, ધનુર, ઝેરી કમળો, હીબ વાયરસથી થતા રોગો અને ઓરી જેવા જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડવા રસીકરણ સેવાઓ.
Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.
0 ટિપ્પણીઓ