જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તેમજ કોલેજમાં અભ્યાસ કરી રહેલ છે. તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો કાર્યરત છે.

સરકારી છાત્રાલય યોજના 2021


કોને લાભ મળે

ધોરણ 11 અને 12 અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ

કેટલો લાભ મળે

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે.

પાત્રતાના માપદંડ

અનુસૂચિત જનજાતિના એવા વિદ્યાર્થીઓ, જેમના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા એક લાખ સુધીની છે. અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ માટે આવકના કોઈ માપદંડ નહિ. વળી જે વિદ્યાર્થીઓ ૫૦% કે તેથી વધારે ગુણ લાવે તેમને ગુણવત્તાના ધોરણે પ્રવેશ મળશે.

રાજકોટ જિલ્લામાં 3 કન્યા છાત્રાલય અને 4 કુમાર છાત્રાલય એમ કુલ મળી 7 સરકારી છાત્રાલય કાર્યરત છે.

લાભ ક્યાંથી મળે

નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

બાળસખા યોજના - 3 2021

ગુજરાતમાં 1.5 કિલોથી ઓછા વજનના જન્મેલ શિશુની 7 દિવસની સારવાર માટે સરકારે બાલસખા યોજના-3 અમલમાં મૂકી છે જે અંતર્ગત 7 દિવસ માટે 49,000 રૂપીયા સરકાર ખાનગી હોસ્પિટલને ચૂકવશે તેવી યોજના અમલમાં મૂકી છે. પરંતુ પોરબંદરમાં 11 જેટલા ખાનગી દવાખાના હોવા છતાં આ યોજના અમલમાં મૂકવામાં આવી નથી.

રાજ્ય સરકાર દ્વારા કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટે આ યોજના અમલમાં મૂકી છે જેમાં 1.5 કિલોગ્રામથી ઓછા વજનના જન્મેલા બાળકોને સારવાર માટે રોજના 1000 રૂપીયા લેખે 7 દિવસ સુધી 49,000 રૂપીયાની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે બાળકની માતાને પણ રહેવા અને ભોજનનો ખર્ચો રાજ્યસરકાર આપશે.

લાભ કોને મળે

હાઈ પ્રાયોરીટી તાલુકામાં જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ (1.5 કિ.ગ્રા. અને તેના કરતા ઓછા) તમામ નવજાત શિશુઓ (0 થી 28 દિવસ સુધીના) કે જેની પાસે વતન, સ્થળનો આધાર પુરાવો હોય અથવા હાઈ પ્રાયોરીટી તાલુકાના તાલુકા હેલ્થ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત થઇ આવેલ હોય તેવો પુરાવો હોય.

લાભ ક્યાંથી મળે

જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબી ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ / અનુદાન મેળવતી તબીબી સંસ્થાઓ કે જેમની પાસેથી NICU Level-2 અથવા Level-3 NICU સંભંધિત સેવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ બાળરોગ નિષ્ણાંત તબીબી પાસે. 

યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

નક્કી કરેલ હાઈ પ્રાયોરીટી તાલુકામાં જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ (1.5 કી.ગ્રા. અને તેના કરતા ઓછા) તમામ નવજાત શિશુઓ (0 થી 28 દિવસ સુધીના) કે જેની પાસે વતન, સ્થળનો આધાર પુરાવો હોય અથવા હાઈ પ્રાયોરીટી તાલુકાના તાલુકા હેલ્થ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત થઇ આવેલ હોય તેવો પુરાવો હોય.

યોજના અંતર્ગત સહાય/લાભ

બર્થ એસ્ફેકસીયા
મેકોનીયમ એસ્પીરેશન સિન્ડ્રોમ
રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સિન્ડ્રોમ
સેપ્સિસ / મેનિન્જાઈટિસ લેબ ટેસ્ટ દ્વારા કન્ફોર્મ થયેલ નવજાત શિશુ
મેટાબોલીક કોમ્પ્લીકેશન જેવા કે હાઇપોગ્લાયસેમીયા હાયપોકેલ્શમિયા હાઇપરનેટ્રેમિયા વગેરે (તમામ સેવાઓ નિઃશુલ્ક આપવાની રહેશે) 
 
કુલ 10 નવજાત શિશુની સારવાર દીઠ (1 બાળક દીઠ રૂપિયા 49000 પ્રમાણે) કુલ રૂપિયા 490000 મુજબ બાળરોગ નિષ્ણાતને મળવાપાત્ર રહેશે અને 10 કેસના ગુણાંકમાં તેઓને જે તે જિલ્લાની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી / કોર્પોરેશનની મેડિકલ ઓફિસર ઑફ હેલ્થની કચેરીમાંથી મજૂર કરાવવાની રહેશે.