આ યોજના દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી છાત્રાલયોને અનુદાન આપવામાં આવે છે.

આ યોજનામાં કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય એમ બે છાત્રલાયો ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખાલી ગુજરાતમાં જ ચાલતી છાત્રલાયોને અનુદાન આપવામાં આવે છે.

સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના 2021


સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી છાત્રાલયોને અનુદાન

હાલમાં 425 છોકરાઓ અને 167 ગર્લ્સ હોસ્ટેલ છે, કુલ મળીને 592 છાત્રાલયો ચાલે છે.
૩૭૭ કુમાર અને ૧૭૦ કન્યા એમ કુલ ૫૪૭ છાત્રાલયો ચાલે છે. 
૧૪૪૯૧ કુમાર અને ૬૮૧૬ કન્યા (કુલ ૨૧૩૦૭)

સહાયનું ધોરણ

રૂપિયા 1500 માસિક એક વિદ્યાર્થી દીઠ નિભાવભથ્થું (10 માસ સુધી)
ગૃહપતિને પગાર રૂપિયા 5500 થી 6500
મકાન ભાડા પેટે સંસ્થાને વિદ્યાર્થીદીઠ રૂપિયા 50 પંચાયત (ગ્રામ્ય) વિસ્તાર માટે નગરપાલિકા માટે રૂપિયા 70 અને મહાનગરપાલિકા માટે રૂપિયા 90
વોચમેનને રૂપિયા 3000 (પગાર પેટે), રસોયાને રૂપિયા 3500 (પગાર પેટે), મદદનીશ રસોયાને રૂપિયા 3000 (પગાર પેટે)
વીજળીકરણ, રમતગમતનાં સાધનો, ગ્રંથાલયનાં પુસ્તકો, વર્તમાનપત્રો, સામાયિક વગેરે માટે અનુદાન આપવામાં આવે છે.
જે સંસ્થા પાસે ત્રણ કે વધુ છાત્રાલયો ધરાવતી હોય તે સંસ્થાને માન્ય આઈટમ પર કરેલા ખર્ચના પ ટકા વહીવટી ગ્રાન્ટ આપવામાં આવે છે.

કોને લાભ મળે

સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે ગ્રાન્ટ ઈન એઇડના ધોરણે છાત્રાલયો કાર્યરત છે જેમાં સરકારશ્રી તરફથી અનુદાન ચુકવવામાં આવે છે.

કેટલો લાભ મળે

આ યોજનામાં વિદ્યાર્થી દીઠ નિભાવ ખર્ચ માસિક રૂપિયા 1500 લેખે આપવામાં આવે છે. છાત્રાલયની માન્ય સંખ્યા મુજબ અનુદાન ચુકવવાપાત્ર છે. છાત્રોને રહેવા જમવાની સુવિધા વિના મુલ્યે મળે છે.

યોગ્યતા અને શરતો

છાત્રાલયમાં પ્રવેશ મેળવવા કુમાર માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1.20 લાખ તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 1.50 લાખ છે. જયારે કન્યા માટે કોઈ આવક મર્યાદા નથી.

રાજકોટ શહેર વિસ્તારમાં 10 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો અને ગ્રામ્ય વિસ્તારમાં 5 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો કાર્યરત છે.
આ યોજના દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી છાત્રાલયોને અનુદાન આપવામાં આવે છે.

આ યોજનામાં કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય એમ બે છાત્રલાયો ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખાલી ગુજરાતમાં જ ચાલતી છાત્રલાયોને અનુદાન આપવામાં આવે છે.