શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના 2021

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના અંતર્ગત રાજ્યમાં કુલ ૮૮ આશ્રમશાળાઓ ચાલે છે. અને ૧૦૩૩૦ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.

આશ્રમશાળા યોજના 2021


પાત્રતાના માપદંડો

ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે માન્યતા ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રથમ વર્ષે ૩૦ વિદ્યાર્થીઓની આશ્રમશાળાને માન્યતા આપવામાં આવે છે. ત્યારપછીના વર્ષે ક્રમિક સંખ્યા વધે છે. ૧૨૦ સંખ્યા થતા આશ્રમશાળા પૂર્ણ વિકસિત બને છે.

સહાયનું ધોરણ

દસ માસ સુધી વિદ્યાર્થીદીઠ માસિક રૂ. ૧૫૦૦/- નિભાવ ભથ્થુ.
પાંચ શિક્ષકો ( નવી નિમણૂંક વિઘા સહાયકના ધોરણે અને પાંચ વર્ષ પછી નિયત પગાર ધોરણ મુજબ)(નવી નિમણુક પામેલા શિક્ષકોને ઉચ્ચક રૂ.૨૫૦૦ )
એક રસોયા, એક મદદનીશ રસોયા અને એક રસોડા નોકર જેવા બિનશૈક્ષણિક કર્મચારીઓ
મકાન બાંધકામ સહાય.
માસિક રૂ. ૧૫૦ /- સુધીનું ઘર ભાડુ (૩૬ માસ સુધી)
લાઈબ્રેરી, પશુઓ ખરીદી, કૂવા અને પાણીની ટેન્ક માટે નોન રિકરિંગ ગ્રાન્ટ
એક પૂર્ણ વિકસિત આશ્રમશાળાનું ખર્ચ વાર્ષિક રૂ. ૧૨.૦૦ લાખ (અંદાજીત)
વર્ગ-૪ના નવી નીમણુંક પામતા કર્મચારીઓને માસીક રૂ.૧૫૦૦/- ઉચક વેતન આપવામાં આવે છે.

કોને લાભ મળે

ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને

કેટલો લાભ મળે

વિદ્યાર્થીઓને રહેવા જમવા અને ભણવાની સગવડો એક જ કેમ્પસમાં મળી રહે તે સારું સ્વૈચ્છિક સંસ્થા મારફત ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. જેમાં અનુદાન ચુકવવામાં આવે છે.

આશ્રમશાળાઓમાં છાત્રોને રહેવા જમવા અને અભ્યાસની સુવિધા વિના મૂલ્યે મળે છે.

હાલ રાજકોટ જિલ્લામાં 3 આશ્રમશાળાઓ આવેલી છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન યોજના 2021

ભારત ટકાઉ વિકાસનો ધ્યેય (એસડીજીઝ) હાંસલ કરવા પ્રયત્ન કરે છે અને ૨૦૧૫ ના અંત પછી આગળ જુએ છે. માતૃત્વનો મૃત્યુદર ઘટાડવો સૌથી અગત્યનો છે. દરેક માતૃત્વ મહત્વનું છે અને દરેક ગર્ભવતી સ્ત્રીએ ખાસ દેખભાળ રાખવી જોઈએ. કોઈપણ સગર્ભા સ્ત્રી ગર્ભવતી બને તે દરમિયાન અણધારી તકલીફોનો સામનો કરવો પડે છે, માટે બાલ્લ્કના જન્મ દરમિયાન જીવલેણ મુશ્કેલીઓ અટકાવવા દરેક સગર્ભા સ્ત્રીને પ્રસુતિ પહેલાં ખાસ સેવાની જરૂર પડે છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) એક નિશ્ચિત દિવસની યોજના છે, દેશભરમાં દર મહિને આ અંતર્ગત ગુણવત્તા માતૃત્વની આરોગ્ય સેવાઓની શ્રેણી પૂર્વ પ્રસૂતિ સંભાળના ભાગ રૂપે પૂરા પાડવામાં આવે છે. ઝુંબેશ હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ દવાખાને દર મહિને નવમા દિવસે નવજાત સંભાળ સેવાઓનો ઓછામાં ઓછો પેકેજ પ્રદાન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક સગર્ભા મહિલાને સગર્ભાવસ્થાના બીજા / ત્રીજા ત્રિમાસિકમાં ઓછામાં ઓછા એક ચેકઅપ કરવામાં આવે છે. જો મહિનાનો ૯મો દિવસ રવિવાર હોય કે જાહેરરજા હોય તો દવાખાના દ્વારા બીજા કામકાજના દિવસે આ ગોઠવવામાં આવે છે.

લાભ કોને મળે

બીજો અને ત્રીજો તબક્કો ધરાવતી સગર્ભા માતાઓને તબીબી તપાસ કરી સેવાઓ પુરી પાડી માતા અને બાળમરણમાં ઘટાડો લાવવો

લાભ ક્યાંથી મળે

નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ ખાતે વિનામૂલ્યે સેવા ઉપલબ્ધ છે તથા આ અભિયાન અંતર્ગત ખાનગી (સ્ત્રીરોગ નિષ્ણાંત) દ્વારા સરકારી સંસ્થાઓમાં સ્વૈચ્છિક રીતે સેવાઓ પુરી પાડવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ

આપના વિસ્તારના સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા આશાનો સંપર્ક કરી લાભ મેળવી શકાશે.

યોજના અંતર્ગત સહાય / લાભ

1.દર માસની ૯મી તારીખે બીજા અને ત્રીજા તબક્કાની સગર્ભાવસ્થા ધરાવતી માતાઓની પૂર્વ પ્રસુતિ સેવાઓ.
2.સગર્ભા માતાઓની તબીબી અધિકારીશ્રી અને સ્રીરોગ નિષ્ણાંત મારફતે તપાસ અને નિદાન તથા નિ:શુલ્ક સારવાર.
3.લેબોરેટરી દ્વારા  નિ:શુલ્ક નિદાન તથા સારવાર
4.જોખમી સગર્ભા માતાની નિ:શુલ્ક તપાસ તથા સારવાર
5.સગર્ભા માતાઓની પોષણ તથા કુટુંબ કલ્યાણ સેવાઓનું તથા પ્રસુતિ બાદની માતાની સારસંભાળ અંગે સમજણ આપવી.
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment