અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને તકનીકી શિક્ષણ અભ્યાસક્રમમાં જોડાઈને કૌશલ્ય પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.

ITI શિષ્યવૃત્તિ યોજના 2021કોને લાભ મળે

આ યોજનાનો લાભ આઈ.ટી.આઈ અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

કેટલો લાભ મળે

માસિક રૂપિયા 400 લેખે 12 માસ માટે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

યોગ્યતા અને શરતો

આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂપિયા 1.50 લાખ તથા ગ્રામીણ વિસ્તાર માટે રૂપિયા 1.20 લાખ છે.

લાભ ક્યાંથી મળે

નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટ.

નોંધ: આ યોજના અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન યોજના 2021

ભારત ટકાઉ વિકાસનો ધ્યેય (એસડીજીઝ) હાંસલ કરવા પ્રયત્ન કરે છે અને ૨૦૧૫ ના અંત પછી આગળ જુએ છે. માતૃત્વનો મૃત્યુદર ઘટાડવો સૌથી અગત્યનો છે. દરેક માતૃત્વ મહત્વનું છે અને દરેક ગર્ભવતી સ્ત્રીએ ખાસ દેખભાળ રાખવી જોઈએ. કોઈપણ સગર્ભા સ્ત્રી ગર્ભવતી બને તે દરમિયાન અણધારી તકલીફોનો સામનો કરવો પડે છે, માટે બાલ્લ્કના જન્મ દરમિયાન જીવલેણ મુશ્કેલીઓ અટકાવવા દરેક સગર્ભા સ્ત્રીને પ્રસુતિ પહેલાં ખાસ સેવાની જરૂર પડે છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) એક નિશ્ચિત દિવસની યોજના છે, દેશભરમાં દર મહિને આ અંતર્ગત ગુણવત્તા માતૃત્વની આરોગ્ય સેવાઓની શ્રેણી પૂર્વ પ્રસૂતિ સંભાળના ભાગ રૂપે પૂરા પાડવામાં આવે છે. ઝુંબેશ હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ દવાખાને દર મહિને નવમા દિવસે નવજાત સંભાળ સેવાઓનો ઓછામાં ઓછો પેકેજ પ્રદાન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક સગર્ભા મહિલાને સગર્ભાવસ્થાના બીજા / ત્રીજા ત્રિમાસિકમાં ઓછામાં ઓછા એક ચેકઅપ કરવામાં આવે છે. જો મહિનાનો ૯મો દિવસ રવિવાર હોય કે જાહેરરજા હોય તો દવાખાના દ્વારા બીજા કામકાજના દિવસે આ ગોઠવવામાં આવે છે.

લાભ કોને મળે

બીજો અને ત્રીજો તબક્કો ધરાવતી સગર્ભા માતાઓને તબીબી તપાસ કરી સેવાઓ પુરી પાડી માતા અને બાળમરણમાં ઘટાડો લાવવો

લાભ ક્યાંથી મળે

નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ ખાતે વિનામૂલ્યે સેવા ઉપલબ્ધ છે તથા આ અભિયાન અંતર્ગત ખાનગી (સ્ત્રીરોગ નિષ્ણાંત) દ્વારા સરકારી સંસ્થાઓમાં સ્વૈચ્છિક રીતે સેવાઓ પુરી પાડવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ

આપના વિસ્તારના સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા આશાનો સંપર્ક કરી લાભ મેળવી શકાશે.

યોજના અંતર્ગત સહાય / લાભ

1.દર માસની ૯મી તારીખે બીજા અને ત્રીજા તબક્કાની સગર્ભાવસ્થા ધરાવતી માતાઓની પૂર્વ પ્રસુતિ સેવાઓ.
2.સગર્ભા માતાઓની તબીબી અધિકારીશ્રી અને સ્રીરોગ નિષ્ણાંત મારફતે તપાસ અને નિદાન તથા નિ:શુલ્ક સારવાર.
3.લેબોરેટરી દ્વારા  નિ:શુલ્ક નિદાન તથા સારવાર
4.જોખમી સગર્ભા માતાની નિ:શુલ્ક તપાસ તથા સારવાર
5.સગર્ભા માતાઓની પોષણ તથા કુટુંબ કલ્યાણ સેવાઓનું તથા પ્રસુતિ બાદની માતાની સારસંભાળ અંગે સમજણ આપવી.