સરસ્વતી સાધના સાઇકલ યોજના શહેર તેમજ ગામડામાં રહેતી અનુસુચિત જાતિની કન્યાઓ માટે છે. અમુક દીકરીઓને પોતાની સ્કુલ ઘરથી દૂર હોય છે. તે દરરોજ બસ મારફત કે ચાલીને સ્કૂલે જતી હોય છે. સરકાર આ બાબતે વિચાર કરીને યોજના લાવી છે. અનુસુચિત જાતિની કન્યા વધારે અભ્યાસ કરી આગળ વધે. ડ્રોપ આઉટ રેશિયો ઘટે, તેના માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. નાની વયના બાળકો તેમજ બાળકીઓ સ્કૂલે કે બાલ મંદિરમાં જતાં થાય તેના માટે પણ મધ્યાહન ભોજન યોજના અમલમાં છે. આ વિવિધ યોજનાથી ગરીબ અને મધ્યમ પરિવારની કન્યાઓ સ્કૂલે જતી થાય, તેમજ આગળ અભ્યાસ કરી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

સરસ્વતી સાધના સાયકલ યોજના 2021


કોને લાભ મળે

1. અનુસુચિત જાતિની કન્યા હોવી જોઈએ.
2. કન્યા ધોરણ 9 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
3. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધુ હોવી જોઈએ નહીં.
4. શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં.

લાભ ક્યાથી મળે

1. નાયબ નિયામક,અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી-શહેરી વિસ્તાર માટે
2. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત-ગ્રામ્ય વિસ્તાર માટે
3. સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી (સબંધિત તાલુકામાં)

કેટલો લાભ મળે

આ યોજનામાં કન્યાઓને સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

ક્યાં ક્યાં પુરાવા જોઈએ

1. આવકનો દાખલો
2. જાતિનો દાખલો
3. સ્કૂલની ફી ભર્યાની પહોચ અથવા
4. 9 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેવો પુરાવો

નોંધ: આ યોજના અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ વિદ્યાર્થીનીઓની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ યોજના 2021

આ યોજના અંતર્ગત દરેક સગર્ભા માતાઓ અને નવજાત શિશુ ને આ યોજના નો લાભ મળે છે. આ યોજના માટે તમારે નજીક ના સરકારી દવાખાને જાવાનું રહેશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ છે કે દરેક સગર્ભા માતા અને નવજાત શિશુ ને સારું સ્વાસ્થ્ય મળી રહે. આ યોજના ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાની વધુ માહિતી નીચે દર્શાવવામાં આવી છે.

લાભ કોને મળે

તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ ૪ર દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી સરકારી સંસ્‍થાઓમાં નિઃશૂલ્‍ક આરોગ્‍ય સારવાર.

લાભ ક્યાંથી મળે

નજીકના આરોગ્ય કર્મચારી / આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનેથી.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

પ્રસુતિ સેવાઓ માટે કોઇપણ સરકારી દવાખાને જવાનું રહેશે.

યોજના અંતર્ગત સહાય/લાભ

સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓ

1. મફત સંસ્‍થાકીય પ્રસૂતિ સેવા
2. નિઃશૂલ્‍ક સીઝેરીયન સેવા
3. મફત દવા, સર્જીકલ અને અન્‍ય સામગ્રી 
4. મફત લેબોરેટરી સેવાઓ - લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે.
5. હોસ્‍પિટલમાં રહે તે દરમ્‍યાન નિઃશૂલ્‍ક ભોજન
6. જરૂર પડે ત્‍યારે નિઃશૂલ્‍ક રકત 
7. મફત એમ્‍બ્‍યુલન્‍સ સેવા - ઘરેથી હોસ્‍પિટલ, હોસ્‍પિટલથી મોટી હોસ્‍પિટલ, તથા ઘરે પરત
8. હોસ્‍પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી

નવજાત શિશુને ૧ વર્ષ સુધી મળવાપાત્ર સેવાઓ

1. ફ્રી અને નિઃશૂલ્‍ક સારવાર
2. મફત દવા સર્જીકલ અને અન્‍ય સામગ્રી
3. મફત લેબોરેટરી સેવાઓ  
4. જરૂર પડે ત્‍યારે નિઃશૂલ્‍ક રકત
5. મફત એમ્‍બ્‍યુલન્‍સ સેવા - ઘરેથી હોસ્‍પિટલ હોસ્‍પિટલથી મોટી હોસ્‍પિટલ તથા ઘરે પરત
6. હોસ્‍પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.