શાળા યુનિફોર્મ યોજના 2021

ગુજરાત સરકારની શાળા યુનિફોર્મ યોજના અંતર્ગત અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ગોના બાળકોને મફતમાં શાળા યુનિફોર્મ આપી તેને આર્થિક સહાય કરી તેમને મદદ કરવાનો ઉમદા હેતુ છે. તેનાથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓના વાલીને આર્થિક મદદ તેમજ બાળકો શાળાએ જતાં થશે. અને આ વર્ગોના બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટશે. આથી વધારે સરકાર શાળામાં બાળકોને શાળાએ જતાં કરવા અને શાળાએ હાજરી વધે તેમાટે મધ્યાહન ભોજન યોજના પણ ચાલુ છે.
School Uniform Yojana 2021

લાભ કોને મળે

અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ કે જેઓ સરકારી શાળામાં અભ્યાસ કરતાં હોય.
આ યોજના અંતર્ગત વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા 1,20,000 હોવી જોઈએ. 

કેટલો લાભ મળે

આ યોજના અંતર્ગત આ વર્ગોના વિદ્યાર્થીને ગણવેશ કે યુનિફોર્મ ની બે જોડીના રૂપિયા 600 સીધા તેના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.

લાભ ક્યાથી મળે

આ વર્ગનો વિદ્યાથી તે ગામડાનો હોય કે શહેરનો જે સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય તે સરકારી શાળામાથી અને સમાજકલ્યાણ કચેરીમાથી આ યોજનાનો લાભ મળે છે.

ક્યાં ક્યાં પુરાવાઓ જોઈએ

વિદ્યાર્થીનો જાતિનો દાખલો 
જે સરકારી શાળામાં અભ્યાસ કરતાં હોય તેનો પુરાવો 
વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો

ચિરંજીવી યોજના 2021, સંસ્થાકીય સુવાવડ

માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના છે. માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે ચિરંજીવી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.

માતાઓ અને બાળકોના બચાવ માટે અમલમાં મુકવામાં આવેલી યોજના. સગર્ભાવસ્‍થા તેમજ પ્રસુતિ દરમ્‍યાન થતા માતૃમરણને અટકાવવા. પ્રસુતિ દરમ્‍યાન અને પ્રથમ અઠવાડીયા દરમ્‍યાન થતા બાળ મરણ અટકાવવા. રાજયમાં માતા મૃત્‍યુનું પ્રમાણ તેમજ બાળમૃત્‍યુ દર ધટાડવાના રાજય સરકારશ્રીના અભિગમને પરિપુર્ણ કરવા ચિરંજીવી યોજના નો અમલ કરવામાં આવે છે. લાભાર્થી ગરીબી રેખા હેઠળ જીવતા હોવાનો પુરાવો આપતુ બી.પી.એલ. (Below Poverty Line) કાર્ડ બતાવવાનું રહેશે.

લાભાર્થી ગરીબી રેખા હેઠળ જીવતા હોવાનું પુરાવા આપતું બી.પી.એલ. (Below Poverty Line) કાર્ડ બતાવવાનું રહેશે. અથવા આવકના પ્રમાણપત્રના આધારે પણ લાભ મળવા પત્ર છે.

લાભ કોને મળે

આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે.

જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

લાભ ક્યાંથી મળે

જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોને ત્યાં.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે બી.પી.એલ. કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે.

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર ધ્વારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી.

એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિના મૂલ્યે.

આ યોજના અંતર્ગત માન્‍ય ખાનગી દવાખાનામાં પ્રસુતિ માટે જનાર પ્રસુતા માતાને વાહન ભાડાના શહેરી વિસ્‍તાર માટે રૂપિયા 100 તથા ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂપિયા 200 દવાખાનામાં જ રોકડા આપવામાં આવશે. પ્રસુતા માતા સાથે જનાર સહાયક (ટ્રઇન દાયન, આંગણવાડી વર્કર કે તેના સગા) ને રૂપિયા 50 દવાખાનામાં જ રોકડા આપવામાં આવશે.

ક્યાં ક્યાં પુરાવા જોઈએ

રાશન કાર્ડ ની નકલ
બી.પી.એલ. હોવા અંગેનો પુરાવો
સુવર્ણ જયંતિ કાર્ડ
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment