મધ્યાહન ભોજન યોજના 2021

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ થઇ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.
Mid Day Bhojan Yojana 2021

લાભ કોને મળે 

શાળામાં ધોરણ 1 થી 8 ભણતા વિદ્યાર્થીઓને

લાભ ક્યાંથી મળે છે

દરેક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લાભ મળે છે

મુખ્ય કામગીરી

આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે..
બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું.
સમાજના ગરીબ વિધ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃતિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે.
આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે.

સેવા શ્રેણી

મધ્યાહન ભોજન યોજનાનું જીલ્લા કક્ષાએ સંચાલન કરવું.

સંબંધિત શાખા 

ગાંધીનગર કક્ષાએ કમિશનરશ્રી, મભોયો અને તેની ઉપર તાલુકા કક્ષાની મધ્યાહન ભોજન યોજના શાખા.

ઠરાવો

મધ્યાહન ભોજન યોજના નું સંચાલન સ્વૈચ્છિક સંસ્થા(એન.જી.ઓ.ને) સોંપવા બાબત
પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાને ઉનાળું વેકેશન દરમ્યાન ચાલુ રાખવા અને દૂધ સંજીવની યોજનાનો અમલ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત
મધ્યાહન ભોજન યોજાનાના કેન્દ્રોના ૫૦૦ કિચનશેડનું આધુનિકરણ કરવાની યોજનાની વહીવટી મંજૂરી આપવા બાબત
રાજ્યના વિવિધ જીલ્લાઓમાંકુલ ૭૨ મોડેલ સ્કુલમાં મ.ભો.યો. અને પૌષ્ટિક નાસ્તો આપવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત
રાજ્યની મધ્યાહન ભોજન યોજના ખાતે રસોઇ બનાવવા માટેના કિચન શેડના રીપેરીંગ કરવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત

મધ્યાહન ભોજન યોજના મેનુ

સોમવાર :-થેપલા, સૂકીભાજી      નાસ્તો:- ચણા ચાટ 
મંગળવાર :-વેજીટેબલ ખિસડી  નાસ્તો:- સુખડી 
બુધવાર :- થેપલા, દૂધી-ચણાની દાળનું શાક નાસ્તો :- મૂઠિયાં 
ગુરુવાર :- દાળ ઠોકળી    નાસ્તો:- ચણા ચાટ 
શુક્રવાર :- વેજીટેબલ પુલાવ નાસ્તો:- સુખડી 
શનિવાર :- મૂઠિયાં નાસ્તો :- મિક્સ કઠોળ

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ થઇ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment