અભ્યાસ સાધન સહાય યોજના 2021

અભ્યાસ સાધન સહાય યોજના અંતર્ગત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ ના સાધનો ની સહાય આપવામાં આવે છે. મેડીકલ અને એન્જીનીયરીંગના સાધનો ખરીદવા નાણાંકીય સહાય

સાધન સહાય યોજના 2021


કોને લાભ મળે

મેડિકલ, ડિપ્લોમા અને એન્જિનિયરિંગના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ ના સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં આવક મર્યાદા રૂપિયા 4.50 લાખ છે.

કેટલો લાભ મળે

મેડિકલ કોર્ષના વિદ્યાર્થીને રૂપિયા 10,000

એન્જિનિયર કોર્ષના વિદ્યાર્થીને રૂપિયા 5000 અને

ડિપ્લોમા કોર્ષના વિદ્યાર્થીને રૂપિયા 3000 સાધનોની ખરીદી માટે આપવામાં આવે છે.

નોંધ: આ તમામ પોસ્ટ એસ.એસ.સી. યોજના હેઠળ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે.

બાળ સંજીવની કેન્દ્ર યોજના 2021 - જિલ્લા કક્ષાએ

આજે ભારતમાં કોઇ રાજ્ય બાકી નથી જ્યાં દીકરીને માતા ગર્ભમાં જ મોતને ઘાટ ઉતારી દેવાનું ભ્રૂણહત્યાનું પાપ કરવામાં ભણેલાગણેલા સમાજો, શિક્ષિત કુટુંબો પણ બાકાત નથી ત્યારે બેટી બચાવવા માટે, સમાજનું અસંતુલન ઘટાડવા માટેની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સમાજસંસારનું ચાલકબળ સ્ત્રીપુરૂષની સમાનતા છે. પરંતુ ભૌતિકવાદની વિકૃત માનસિકતાથી દીકરાના જન્મને જ મહત્ત્વ આપી દીકરીની ભ્રૂણહત્યા કરાય છે ત્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં દર ૧૦૦૦ દીકરાના જન્મ સામે ૧૦૦૭ દીકરીનો જન્મ થાય છે. આ ઐતિહાસિક દીકરી બચાવવાનું પુણ્યકાર્ય ડાંગ જિલ્લાએ આદિવાસી સમાજનો આ પ્રેરકસંદેશ આપ્યો છે.

ગુજરાત સરકારે મહિલાઓના નામે મિલકત લે તેને સ્ટેમ્પ ડ્યુટી રાહત નોંધણી ફીમાંથી મુક્તિ આપી છે. લાખો બહેનો મિલકતની માલિક બની ગઇ છે. સરકારની આવાસ યોજનાની માલિકી પ્રાથમિકતાથી લાભાર્થી પરિવારની મહિલાની રહે તેવી નીતિ અપનાવી છે. શાળામાં બાળકના નામાંકનમાં તેની માતાનું નામ ફરજિયાત બનાવ્યું છે અનેક નવા નિયમો, પગલાથી ગુજરાતની માતૃશક્તિ નારીશક્તિને સમાજશક્તિમાં પરિવર્તિત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

લાભ કોને મળે

5 વર્ષ સુધીના ગામના અતિ કુપોષિત બાળકો માટે

લાભ ક્યાંથી મળે

આ યોજનાનો લાભ બાળવિકાસ અને પોષણ કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ, કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાંથી મળશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

માઈક્રોપ્લાનીંગ દ્વારા ગ્રામ્ય મિટિંગ અને મમતા દિવસે વજન કરેલા 5 થી 6 વર્ષના બાળકોમાં ઓછું વજન ધરાવતા અને લાલ ઝોનમાં આવતા અતિ કુપોષિત બાળકોને બાળ સંજીવની કેન્દ્ર પર રીફર કરવામાં આવે છે.

આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરીયાદી બનાવશે. ત્‍યાર બાદ એ.એન.એમ. આ બાળકોનું સ્‍ક્રીનીંગ કરશે. જેમાં તબીબી સારવારની જરૂરિયાત સિવાયના બાળકોને ગ્રામ્‍યકક્ષાએ બાળશક્રિત કેન્દ્ર પર માવજત કરવામાં આવશે જયારે સામાન્‍ય તથા સધન તબીબી સારવારની જરૂરીયાતવાળા બાળકોને ક્રમશઃપ્રા.આ.કેન્‍દ્ર/સા.આ.કેન્‍દ્ર ખાતે બાળ સેવા કેન્‍દ્ર પર અને જિલ્‍લા હોસ્‍પિટલ / મેડીકલ કોલેજ હોસ્‍પિટલ ખાતે બાલ સંજીવની કેન્‍દ્ર (NRC) પર સારવાર્થે મોકલવામાં આવશે. ઉપરાંત મમતા દિવસે અને હોસ્‍પિટલમાં OPD દરમ્‍યાન મળતા કુપોષિત બાળકોનું સ્‍ક્રીનીંગ કરી તેઓને બાળ શકિતમ્ કેન્‍દ્ર / બાળ સેવા કેન્‍દ્ર / બાળ સંજીવની કેન્‍દ્ર પર રીફર કરવામાં આવશે.

યોજના અંતર્ગત સહાય / લાભ

ગામના અતિ કુપોષિત બાળકોને આ કેન્દ્રમાં દાખલ કરી 21 દિવસ સુધી તબીબી સારવાર તેમજ પોષણયુક્ત સંભાળ આપવામાં આવે છે.

નવજાત શિશુ અને બાળ પોષણ પદ્ધતિઓ તથા ઓછા ખર્ચે બાળકો માટે પોષણયુક્ત આહાર કેવી રીતે બનાવવો તેના વિશે માતાને શિક્ષણ આપવામાં આવે છે. 

માતાને હાઇજીન અને હેન્ડ વોશ બાબતે જાણકારી આપવામાં આવે છે.

બાળકનું NRC માંથી રજા આપ્યા બાદ 15માં, 30માં, અને 60 દિવસે ફોલોઅપ માટે બોલાવવામાં આવે છે. જ્યાં તેની ગ્રોથ મોનીટરીંગ કરવામાં આવે છે. 

બાળકને કેન્દ્ર પર રીફર કરવા માટે આંગણવાડી કાર્યકર અથવા આશા બહેનને મોટિવેશન ચાર્જ તરીકે રૂપિયા 100 આપવામાં આવે છે. તેમજ જો બાળકો NRC પર રજા આપ્યાના 15માં, 30માં, 45માં અને 60માં દિવસે ફોલોઅપ વિઝિટ પુરી કરે ત્યારે બાળક દીઠ રૂપિયા 100 આપવામાં આવે છે. બાળકની માતાને વેટ લોસ્સ તરીકે રૂપિયા 100 પ્રતિ દિન 21 દિવસ સુધી ચુકવવામાં આવે છે.
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment