બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી . તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી , આથી વિકલ્પ ઉછેર તેમના બાળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે . સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગણી શકાય . આથી આવાં નિરાધાર અનાથ બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાની જગ્યાએ તેઓને વૈકલ્પિક કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ થઇ શકે તે દ્રષ્ટીએ પાલક માતા - પિતાની યોજનાનો સરકારશ્રીએ ૧૯૭૮ થી અમલ શરૂ કરેલ છે .  

પાલક માતા-પિતાની યોજના 2022


યોજનાનું નામઃ  
પાલક માતા - પિતાની યોજના 

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકાર 50 હજાર રૂપિયાની સહાય આપશે - ફોર્મ માટે Click Here

પાત્રતાનું ધોરણ :
આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા - પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે . જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન : લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે . 

સહાયનો દરઃ
અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા - પિતા કે નજીકના સગાને માસિક રૂા .3000 / - (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય પેટે ચુકવવામાં આવશે . 

આવક મર્યાદા : 
પાલક માતા - પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ .૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ . 36,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે 

યોજનાની શરતો

• પાલક માતા - પિતાએ ઉછેર માટે લીધેલ લાભાર્થી 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં મુકવાના રહેશે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે . 

• જો બાળકનો અભ્યાસ બંધ કરાવવામાં આવશે તો સહાય આપવાનું બંધ કરવામાં આવશે .

• આંગણવાડીમાં જતાં બાળકો માટે આઈસીડીએસના (સંકલિત બાળ વિકાસ યોજના) સંબંધિત પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર તથા શાળાએ જતાં બાળકો માટે સંબધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર દર વર્ષે ૧૫ મી જુલાઈ સુધીમાં રજૂ કરવાનું રહેશે .

• પુનઃલગ્ન અંગેના પુરાવા તરીકે મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રીના ચાલુ વર્ષના આવકના દાખલાની પ્રમાણિત નકલ. (ગ્રામ્ય વિસ્તાર માટે રૂા .27000 / - થી વધુ શહેરી વિસ્તાર માટે રૂા .36000 / - થી વધુ આવક હોવી જરૂરી)

 • 3 થી 6 વર્ષની ઉંમરના અનાથ બાળકને આંગણવાડીમાં મૂકવાના રહેશે . આંગણવાડીમાં જતાં બાળકો માટે પ્રોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે . 6 વર્ષથી ઉપરની 6 વર્ષની ઉંમરના બાળકોને ફરજીયાત શાળાનું શિક્ષણ અપાવવાનું રહેશે અને દર વર્ષે નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતાં બાળકનો અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર બાળક અને પાલક માતા - પિતાના સંયુક્ત બેંક ખાતું હોય તો પાસબુકની નકલ અરજી કરતાં સમયે સાથે જોડવી અને ન હોય તો અરજી મંજૂર કર્યા બાદ સંયુક્ત બેંક ખાતુ ખોલાવી રજૂ કરવું.

વર્ષ 1955 થી 2022 અત્યાર સુધીના જૂના જમીન ના રેકોર્ડ્સ ઓનલાઇન મેળવો

• બાળક અને પાલક માતા - પિતાના આધારકાર્ડની નકલ .

• અરજદાર પાલક માતા - પિતાના રેશનકાર્ડ અને ચૂંટણીકાર્ડની પ્રમાણિત નકલ . 

• સાક્ષીઓના ઓળખના પુરાવા પાલક માતા - પિતા સાથે બાળકનો સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચશ્રી કે તલાટીશ્રીની / શહેરી વિસ્તાર હોય તો વોર્ડ મેમ્બરનું) 

• બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના ગત વર્ષના ધોરણની માર્કશીટની નકલ શક્ય હોય તો 

• બાળક અને પાલક માતા - પિતાનો સંયુક્ત ફોટો તથા બાળકનો એક ફોટો અરજી ઉપર ચોંટાડવો .


Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.