મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં જણાવ્યું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતા-પ્રાયોરિટી હંમેશા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ.

ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સરકાર આપશે સહાય



રાજ્યના ખેડૂતોને લઈ  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરાઈ છે. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારના સભ્યોમાં કોઈ એક મોબાઈલ ખરીદી કરશે તો 1500 રુપિયા સહાય આપવામાં આવશે. સરકારે તૈયાર કરેલી નો યોર ફાર્મર યોજના થકી ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરી શકશે તેનું વ્યાજ સરકાર ભોગવશે. આ માટે કોઓપરેટિવ બેંક ખેડૂતોને લોન આપશે.

વિધવા સહાય યોજના 2022 | તમામ માહિતી જાણો અહીંયા

સ્માર્ટફોન સહાય યોજના નો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 15 કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે 33 કૃષિકારોને 1.84 લાખની સહાય ગાંધીનગરમાં અર્પણ કરી હતી. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રીઓ સર્વ શ્રી મુકેશભાઇ પટેલ, કુબેરભાઇ ડીંડોર અને દેવાભાઇ માલમ તેમજ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત લાભાર્થી ખેડૂતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઈને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમતનો ફોન હવે ખેડતો સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના  ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે. સાથે જ 1500 રૂપિયાની સહાય પણ મળશે. સરકારે ખેડૂતો માટે 'Know Your Farmer' યોજના લઈને આવી છે જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે, એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે.આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે. સહાયની રકમ પણ સરકાર ભોગવશે.

ખેડુત કલ્યાણ વિભાગનો પરીપત્ર બહાર પડાયો છે. જેમાં ખેડૂતો જો 15 હજારનો ફોન ખરીદશે તો મહતમ 10 ટકાની સહાય આપશે. મહતમ સહાય 1500 સુધીની મળશે. સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે. એકથી વધુ ખેડુત ખાતેદારોમાં એક જ સહાય પાત્ર ગણાશે. સહાયની રકમ ખેડુતના ખાતામાં જમા થશે.

આ માટે સરકારે નિયમ પણ રાખ્યો છે કે એક જ ખાતેદારને આ સહાયનો લાભ મળશે તેમજ 10 ટકા સહાય કે 1500 રૂપિયામાંથી જે ઓછુ હશે તેની જ ચુકવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મહત્વનું છે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 2022 | યોજનાની તમામ માહિતી જાણો અહીંયા

ખેડૂતોને તમામ માહિતી મળશે હવે આંગળીના ટેરવે

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આ હેતુસર સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, આ સ્માર્ટ ફોન ધરતીપુત્રો માટે અત્યંત ઉપકારક બની રહેશે. ખેડૂતને હવે વિવિધ સહાય-લોન માટે, વાતાવરણનો વર્તારો જાણવા, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહિ, પોતાના ખેતરમાં બેઠાં જ તેને એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે.

યોજનામાં નોંધણી કરાવવા માટે: Click Here

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.