વિધવા સહાય યોજના 2021આપણા રાજ્ય ગુજરાતમાં નિરાધાર વિધવા પેન્શન યોજના 2021 ખૂબ મહત્વની છે. આ યોજનામાં વિધવા મહિલાને દર મહિને 1250 રૂપિયા મળે છે. સરકાર તરફથી મળવાપાત્ર છે. પરંતુ આ યોજનાની યોગ્ય જાણકારી અને માર્ગદર્શનના અભાવને કારણે વિધવા મહિલાને લાભ મળતો નથી. જે આપણા સમાજ માટે ખરેખર દુ:ખી બાબત છે.
Vidhva Sahay Yojana 2021
આપણા સમાજની યુવા પેઢીએ આવી વિધવા સહાય યોજનાનો લાભ લેવા તેમને મદદ કરવી જોઈએ. જેથી સરકાર દ્વારા આપવામાં આવતા લાભનો મહત્તમ લાભ મળી શકે.

વિધવા પેન્શન યોજના હેઠળ 1000 રૂપિયા માસિક પેન્શન ચૂકવવામાં આવતું હતું. તેને વધારીને રૂપિયા 1250 કર્યા પછી, 21 વર્ષના પુત્રના નિયમમાં પણ મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.

વિધવા સહાય યોજના 2021 લાભ કોને મળે

અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
21 વર્ષ થી વધુ ઉંમરનો પુત્ર ન હોય.
અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ ન હોવી જોઇએ.
21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો.
ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.

વિધવા સહાય યોજના 2021 ની છેલ્લી તારીખ

આ યોજનાના લાભ માટે અરજી કરવાની કોઈ સમયમર્યાદા નથી, પરંતુ તેની સહાયતા અરજીની તારીખથી ઉપલબ્ધ થશે.

વિધવા સહાય યોજના 2021 લાભ ક્યાંથી મળે

સંબંધિત મામલતદાર કચેરીએ અરજી રજુ કરવાની રહે છે. (અરજી મંજૂર થયેથી લાભાર્થીના WFA અકાઉન્ટમાં DBT દ્વારા રૂપિયા જમા કરવામાં આવશે.)

વિધવા સહાય યોજના 2021 કેટલો લાભ મળે છે

વિધવા મહિલાને માસિક રૂપિયા 1250 આપવામાં આવે છે.

વિધવા સહાય યોજના 2021 ક્યાં ક્યાં પુરાવા જોઈએ

- પતિના મૃત્યુનું પ્રમાણપત્ર
- અરજદારની ઉંમરનો પુરાવો (એલ.સી. પાનકાર્ડ, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર)
- તમામ બાળકોનું જન્મ પ્રમાણપત્ર / એલ.સી.
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ
- વિધવા હોવાનું પ્રમાણપત્ર
- નજીકના બે સાક્ષીઓ (હસ્તાક્ષર, બિન-સબંધી, ઓળખાણ)
- પેઢીના નામે સોગંદનામું (પુનર્લગ્ન થયેલા ના હોવા જોઈએ અને આવકનો ઉલ્લેખ).
- બેંક ખાતાનું નિવેદન
- આવકનો દાખલો
- અરજદારના 2 ફોટા
- 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા હોઈ તેના પ્રમાણપત્રની નકલ


इस योजना को हिंदी में पढ़ने के लिए यहाँ क्लिक करे


Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of sarkariyojanaupdate.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો