જો તમે Ration Card ના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. રાજ્ય સરકાર સમય પ્રમાણે Ration Card ની યાદીને અપડેટ કરે છે. જેમાં ગોટાળો થતાં Ration Card ને રદ્દ કરી દેવામાં આવ્યું છે. જે હેઠળ જો તમે લાંબા સમયથી તમારા Ration Card નો ઉપયોગ અનાજ લેવા માટે કર્યો નથી. તો તમારું કાર્ડ રદ્દ થઇ શકે છે.

રેશનકાર્ડ  નવો નિયમ જાણો



Ration Card ના લાભાર્થી માટે કામની વાત
Ration Card નો ઉપયોગ અનાજ લેવા માટે નહીં કરો તો રદ્દ થઇ શકે Ration Card
Ration Card ધરાવતા પરિવારોને અનાજ પુરૂ પાડવામાં આવે છે

વિધવા સહાય યોજના 2022 | યોજનાની તમામ માહિતી જાણો અહીં

રદ્દ થઈ શકે છે તમારું Ration Card

મહત્વનું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ Ration Card ધરાવતા પરિવારોને ખાદ્યાન્ન પુરૂ પાડવામાં આવે છે. જેમાં જન વિતરણ પ્રણાલી હેઠળ પરિવારમાં સભ્યોની સંખ્યાના આધારે ખૂબ જ સસ્તા દરો પર સરકાર નાગરિકોને રેશન આપી રહી છે. જેનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોની આર્થિક મદદ કરવાનો છે. ખરેખર, રેશનમાં તમે ક્યા મહિને કેટલુ રેશન લીધુ અને તમારા પરિવારમાં કેટલા સભ્ય છે, તેની જાણકારી Ration Card food-grains માં હોય છે. નિયમ મુજબ, PDS પર તમને અનાજ ત્યારે મળશે જ્યારે તમારા નામ પર Ration Card હશે. પરંતુ હાલમાં એવા ઘણા મામલા સામે આવ્યાં છે. જેમાંથી એવા બધા Ration Card ને રદ્દ કરી દેવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ લાંબા સમયથી થયો નથી.

જાણો શું છે નિયમ?

વિભાગ મુજબ, જો કોઈ Ration Card હોલ્ડરે છ મહિનાથી રેશન લીધુ નથી તો નિયમ મુજબ આ સાબિત થાય છે કે તેને સસ્તા દર પર મળી રહેલા પુરવઠાની જરૂર નથી અથવા પછી તે રેશન લેવા માટે પાત્ર નથી. એવામાં આ કારણને આધાર બનાવીને છ મહિનાથી રેશન નહીં લેનારા લાભાર્થીનું Ration Card રદ્દ કરી દેવામાં આવે છે. રાજધાની દિલ્હી, બિહાર, ઝારખંડમાં પણ રેશનને લઇને આવો નિયમ લાગુ છે.

આવી સ્થિતિમાં, જો તમારું Ration Card રદ થઈ ગયું છે, તો તમે તેને ફરીથી એક્ટિવ કરાવી શકો છો. આ માટે, તમારે તમારા રાજ્યમાં AePDS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કેટલીક ફોર્માલિટી કરવી પડશે. એટલું જ નહીં, તમે સમગ્ર ભારતમાં AePDS Ration Card પોર્ટલની મુલાકાત લઈને તેને એક્ટિવ કરી શકો છો.

ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સરકાર આપશે સહાય જાણો

Ration Card એક્ટિવ કઈ રીતે કરવું

1. પહેલા તમે રાજ્ય અથવા કેન્દ્રીય AePDS પોર્ટલ પર જાઓ.
2. હવે ‘Ration Card Correction’ ઓપ્શન સર્ચ કરો અને તેના પર ક્લિક કરો.
3. હવે તમે Ration Card Correction પેજ પર જાઓ અને તમારો Ration Number શોધવા માટે ફોર્મ ભરો.
4. હવે જો તમારા Ration Card ની માહિતીમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારી લો.
5. સુધારો કર્યા પછી, સ્થાનિક PDS ઓફિસની મુલાકાત લો અને સમીક્ષા અરજી સબમિટ કરો.
6. જો તમારી Ration Card એક્ટિવેશન એપ્લિકેશન સ્વીકારવામાં આવે છે, તો તમારું રદ્દ થયેલું Ration Card ફરીથી એક્ટિવ કરવામાં આવશે.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.