પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના નો ઉદ્દેશ શૈક્ષણિક વિકાસ માટે સહાય કરવાનો છે. આ યોજનામાં એસ. એસ. સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિધાથીઓને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે.

Post S.S.C. Scholarship scheme


કોને લાભ મળે

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂપિયા 2300 થી 12000 સુધીની શિષ્યવૃત્તિ જુદા જુદા ગ્રુપ A, B, C અને D મુજબ ટ્યૂશન ફી તથા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

જેમાં કુમાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 2.50 લાખ છે તેમજ કન્યાઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ સુધી છે. જયારે 6 લાખથી વધારે આવક ધરાવતી કન્યાઓને માત્ર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.  

ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત શિષ્યવૃત્તિ ની અરજી કરવાની રહે છે તેમજ તે અંતર્ગત સીધા જ વિદ્યાર્થીના ખાતામાં ઇ-પેમેન્ટ કરી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય ચુકવવામાં આવે છે.

કેટલો લાભ મળે

ગ્રુપ

હોસ્ટેલર (વાર્ષિક)

ડેસ્કોલર (વાર્ષિક)

A

રૂ. 12000

રૂ. 5500

B

રૂ. 8200

રૂ. 5300

C

રૂ. 5700

રૂ. 3000

D

રૂ. 3800

રૂ. 2300


લાભ ક્યાંથી મળે

1. નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટ.
2. સરકારશ્રી દ્વારા વિના ફી એ પ્રવેશ માટે 'ફી માફી કાર્ડ' આપવાની યોજના અમલમાં છે.
3. સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા પુરેપુરી શિક્ષણ ફી ચુકવવાપાત્ર છે.

ક્યાં ક્યાં પુરાવા જોઈએ

જાતિનો દાખલો
ફી ની પહોંચ
આવકનો દાખલો
બેંક પાસબુકની નકલ
તમામ માર્કશીટ
આધારકાર્ડ

નોંધ: આ યોજના અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ  વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.

વિધવા સહાય યોજના 2021

આપણા રાજ્ય ગુજરાતમાં નિરાધાર વિધવા પેન્શન યોજના 2021 ખૂબ મહત્વની છે. આ યોજનામાં વિધવા મહિલાને દર મહિને 1250 રૂપિયા મળે છે. સરકાર તરફથી મળવાપાત્ર છે. પરંતુ આ યોજનાની યોગ્ય જાણકારી અને માર્ગદર્શનના અભાવને કારણે વિધવા મહિલાને લાભ મળતો નથી. જે આપણા સમાજ માટે ખરેખર દુ:ખી બાબત છે.

આપણા સમાજની યુવા પેઢીએ આવી વિધવા સહાય યોજનાનો લાભ લેવા તેમને મદદ કરવી જોઈએ. જેથી સરકાર દ્વારા આપવામાં આવતા લાભનો મહત્તમ લાભ મળી શકે.

વિધવા પેન્શન યોજના હેઠળ 1000 રૂપિયા માસિક પેન્શન ચૂકવવામાં આવતું હતું. તેને વધારીને રૂપિયા 1250 કર્યા પછી, 21 વર્ષના પુત્રના નિયમમાં પણ મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.

વિધવા સહાય યોજના 2021 ની વધુ વિગત માટે અહીંયા ક્લિક કરો.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.