ધોરણ 1 થી 10 માં ભણતા તમામ વિદ્યાથીઓને આપવામાં આવતી બે જોડી  ગણવેશ સહાયની રકમ રૂ. 300 થી વધારીને ત્રણ જોડી ગણવેશ આપવા માટે રૂ. 600 કરવમાં આવશે. જેનો કુલ 48.10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. આ માટે રૂ. 146 કરોડની જોગવાઇ.

Pre-Matric Scholarship Scheme


કોને લાભ મળે

સરકારી / ગ્રા.ઇ.એ. પ્રાથમિક / માધ્યમિક શાળાઓમાં ભણતા ધોરણ 1 થી 10 ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જુદા જુદા હેડે શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી. 

અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ પતિ / વાલીના બાળકોને સરકારી / ખાનગી સંસ્થાઓમાં ભણતા ધોરણ 1 થી 10 માં ભારત સરકારશ્રીની યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 3000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. આ યોજનામાં આવક મર્યાદા નથી.

વધુમાં ભારત સરકારશ્રી તરફથી મળતી શિષ્યવૃત્તિ માં ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને રૂપિયા 3000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં આવક મર્યાદા રૂપિયા 2.50 લાખ છે. તેમજ આ યોજનાઓ ખાનગી શાળામાં પણ મળવાપાત્ર છે.

ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય વાર્ષિક રૂપિયા 600 મળવાપાત્ર છે. આવક મર્યાદા નથી. 

લાભ ક્યાંથી મળે

નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટ (શહેરી વિસ્તાર માટે)
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત (ગ્રામીણ વિસ્તાર માટે)

કેટલો લાભ મળે

આ યોજનામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને રૂપિયા 500

ધોરણ 6 થી 8 ના કુમારને રૂપિયા 500 અને કન્યાને રૂપિયા 750

ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને રૂપિયા 750 સહાય આપવામાં આવે છે.

નોંધઃ આ યોજના ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી કરી દરખાસ્ત તૈયાર કરી અરજી કરવાની રહે છે.

બાળસખા યોજના - 3 2021

ગુજરાતમાં 1.5 કિલોથી ઓછા વજનના જન્મેલ શિશુની 7 દિવસની સારવાર માટે સરકારે બાલસખા યોજના-3 અમલમાં મૂકી છે જે અંતર્ગત 7 દિવસ માટે 49,000 રૂપીયા સરકાર ખાનગી હોસ્પિટલને ચૂકવશે તેવી યોજના અમલમાં મૂકી છે. પરંતુ પોરબંદરમાં 11 જેટલા ખાનગી દવાખાના હોવા છતાં આ યોજના અમલમાં મૂકવામાં આવી નથી.

રાજ્ય સરકાર દ્વારા કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટે આ યોજના અમલમાં મૂકી છે જેમાં 1.5 કિલોગ્રામથી ઓછા વજનના જન્મેલા બાળકોને સારવાર માટે રોજના 1000 રૂપીયા લેખે 7 દિવસ સુધી 49,000 રૂપીયાની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે બાળકની માતાને પણ રહેવા અને ભોજનનો ખર્ચો રાજ્યસરકાર આપશે.

લાભ કોને મળે

હાઈ પ્રાયોરીટી તાલુકામાં જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ (1.5 કિ.ગ્રા. અને તેના કરતા ઓછા) તમામ નવજાત શિશુઓ (0 થી 28 દિવસ સુધીના) કે જેની પાસે વતન, સ્થળનો આધાર પુરાવો હોય અથવા હાઈ પ્રાયોરીટી તાલુકાના તાલુકા હેલ્થ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત થઇ આવેલ હોય તેવો પુરાવો હોય.

લાભ ક્યાંથી મળે

જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબી ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ / અનુદાન મેળવતી તબીબી સંસ્થાઓ કે જેમની પાસેથી NICU Level-2 અથવા Level-3 NICU સંભંધિત સેવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ બાળરોગ નિષ્ણાંત તબીબી પાસે. 

યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

નક્કી કરેલ હાઈ પ્રાયોરીટી તાલુકામાં જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ (1.5 કી.ગ્રા. અને તેના કરતા ઓછા) તમામ નવજાત શિશુઓ (0 થી 28 દિવસ સુધીના) કે જેની પાસે વતન, સ્થળનો આધાર પુરાવો હોય અથવા હાઈ પ્રાયોરીટી તાલુકાના તાલુકા હેલ્થ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત થઇ આવેલ હોય તેવો પુરાવો હોય.

યોજના અંતર્ગત સહાય/લાભ

બર્થ એસ્ફેકસીયા
મેકોનીયમ એસ્પીરેશન સિન્ડ્રોમ
રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સિન્ડ્રોમ
સેપ્સિસ / મેનિન્જાઈટિસ લેબ ટેસ્ટ દ્વારા કન્ફોર્મ થયેલ નવજાત શિશુ
મેટાબોલીક કોમ્પ્લીકેશન જેવા કે હાઇપોગ્લાયસેમીયા હાયપોકેલ્શમિયા હાઇપરનેટ્રેમિયા વગેરે (તમામ સેવાઓ નિઃશુલ્ક આપવાની રહેશે) 
 
કુલ 10 નવજાત શિશુની સારવાર દીઠ (1 બાળક દીઠ રૂપિયા 49000 પ્રમાણે) કુલ રૂપિયા 490000 મુજબ બાળરોગ નિષ્ણાતને મળવાપાત્ર રહેશે અને 10 કેસના ગુણાંકમાં તેઓને જે તે જિલ્લાની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી / કોર્પોરેશનની મેડિકલ ઓફિસર ઑફ હેલ્થની કચેરીમાંથી મજૂર કરાવવાની રહેશે.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.