PM Kisan Yojana અંતર્ગત હવે ખેડૂતોને પોતાના 11માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે, અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં આ યોજનાના 10 હપ્તા આવી પહોંચ્યા છે. PM Kisan Yojana 2021માં કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે 11માં હપ્તા માટે ખેડૂતોને e-KYC પુરૂ કરવાનું રહેશે. એટલે કે, હવે 11માં હપ્તા માટે ખેડૂતોને નવા નિયમ સાથે અરજી કરવાની રહેશે.

પીએમ કિસાન યોજનામાં સરકારે કર્યા મોટા ફેરફાર - જાણો





PM Kisan Yojana 2021માં કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે 11માં હપ્તા માટે ખેડૂતોને e-KYC પુરૂ કરવાનું રહેશે.

જો કરી આ ભૂલ તો રેશનકાર્ડ થઈ જશે રદ્દ, જાણો નવો નિયમ

કેન્દ્ર સરકારે કરી જાહેરાત

કેન્દ્ર સરકારે હવે યોજનાનો લાભ લેવા માટે ફરજિયાત e-KYCની ડેડલાઈન વધારી દીધી છે. PM Kisan Portal (pmkisan.gov.in) પર તેની જાણકારી આપવામાં આી છે. જાણકારી અનુસાર હવે 22 મે 2022 સુધી e-KYC  પુરી કરી શકાય છે. પહેલા તેની ડેડલાઈન 31 માર્ચ 2022 હતી.

e-KYC વગર નહીં મળે રૂપિયા

આપને જણાવી દઈએ કે,  e-KYC વગર આપનો હપ્તો અટકાઈ જશે. ફટાફટ PM Kisan Samman Nidhi Yojana નો 11મો હપ્તો જાહેર કરી દેવામાં આવશે. PM Kisan Portal પર જણાવામાં આવ્યું છે કે, OTP આધારિત વેરિફિકેશન માટે ખેડૂતોને Farmers Corner માં e-KYC વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના CSC સેન્ટર પર જવાનું રહેશે. આ કામ ઘરે બેઠા પોતાના મોબાઈલ, કોમ્પ્યુટર અથવા લેપટોપમાં પણ કરી શકો છો.

જાણી લો તેની પ્રોસેસ

- Aadhaar આધારિત OTP વેરિફિકેશન માટે Kisan Corner માં e-KYC વિકલ્પ પર ક્લિક કરો.
- બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના CSC કેન્દ્રમાં સંપર્ક કરો.
- આપ તેને ઘરે બેઠા જ પોતાના મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી તેને પુરુ કરી શકશો.
- તેના માટે સૌથી પહેલા આપ https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
- ડાબી બાજૂ પર આપને આવા પ્રકારના ટેબ્સ મળશે. સૌથી ઉપર  e-KYC લખેલું મળશે. તેના પર ક્લિક કરો.
- આ ઉપરાંત આપ હપ્તાનું સ્ટેટસ સરળતાથી ચેક કરી શકશો. તેના માટે આપે ક્યાંય પણ જવાની જરૂર નથી.

આવી રીતે ચેક કરો લિસ્ટમાં પોતાનું નામ

- તેના માટે સૌથી પહેલા આપ PM Kisan Yojana ની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
- હવે તેના હોમપેજ પર આપને Farmers Cornerનું ઓપ્શન મળશે.
- ત્યાર બાદ આપ Beneficiary List ઓપ્શન પર ક્લિક કરો.
- હવે આપ ડ્રોપ ડાઉન લિસ્ટમાં રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અથવા ગામ સિલેક્ટ કરો.
- ત્યાર બાદ આપ 'Get Report' પર ક્લિક કરો.
- ત્યાર બાદ લાભાર્થીઓની સમગ્ર યાદી આપની સામે આવી જશે, જેમાં આપ આપનું નામ ચેક કરી શકો છો.

ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સરકાર આપશે સહાય

પોતાના હપ્તાનું સ્ટેટ્સ ચેક કરો

- પોતાના હપ્તાનું સ્ટેટસ જોવા માટે આપ સૌથી પહેલા PM Kisan Yojana ની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
- હવે રાઈટ સાઈડમાં Farmers Corner પર ક્લિક કરો.
- ત્યાર બાદ આપ Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો.
- હવે આપની સામે નવુ પેજ ખુલશે.
- અહીં આપ આપનો આધાર નંબર, મોબાઈલ નંબર નાખો
- ત્યાર બાદ આપના સ્ટેટસની સમગ્ર વિગતો અહીં મળી જશે.

Important Link are Below:

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.