ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ તથા આર્થિક ઉત્થાન માટે ઘણી બધી સરકારી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે. સરકારની પ્રચલિત યોજનાઓ વિષે તો ખેડૂતોને જાણકારી મળી જાય છે પરંતુ ઘણી નાની યોજનાઓ જે મોટો ફાયદો આપી શકે છે તેવી યોજનાઓ પણ ખેડૂતોને લાભ આપી શકે છે. આવી જ એક યોજનામાં ખેડૂતોને Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) માં સહાય મળી રહી છે જેની અંતિમ તારીખ 21 માર્ચ, 2022 છે. જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માંગતા હોવ અને અરજી કરવાની સંપૂર્ણ વિગત જાણવી હોય તો વાંચો અહેવાલ.

સોલાર લાઈટ ટ્રેપ સહાય યોજના 2022



ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) ઘણી લોકપ્રિય બની ગઈ છે.

જો કરી આ ભૂલ તો રેશનકાર્ડ થઈ જશે રદ્દ, જાણો નવો નિયમ

Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) સહાય યોજના 2022

ખેડૂતોને પાકમાં સૌથી મોટી સમસ્યા આવે છે જંતુઓની. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) ઘણી લોકપ્રિય બની ગઈ છે. હવે સરકાર આ ટ્રેપ માટે ખેડૂતોને આર્થિક સહાય પણ આપે છે. ખેડૂતોને Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) ખરીદવા માટે સબસિડી આપવામાં આવી રહી છે.

Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) કોને મળી શકે છે આ સહાય?

- આ યોજનાનો લાભ ગુજરાતનાં ખેડૂતોને મળી શકે છે. 
- ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા 7/12 ના ઉતારાની નકલ હોવી જોઈએ.

Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) કેટલી મળશે સહાય?

- SC/ST જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપની કિંમતના 90% અથવા રૂ. 4500/- ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે
- જ્યારે અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ. 3500/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે

Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) કઈ રીતે કરવી અરજી?

ગુજરાતનાં ખેડૂતોને સરકારી યોજનામાં સહાય માટે સરકાર દ્વારા ikhedut portal બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી ખેડૂતોને લગતા ઘણા બધા કામ ઓનલાઈન જ થઈ જાય છે. માત્ર સોલાર ટ્રેપ યોજના જ નહીં, અન્ય યોજનાઓનો પણ લાભ લેવા માટે આ પોર્ટલ પર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.

કયા દસ્તાવેજની પડશે જરૂર?

1. તમારી જમીનની 7-12ની કૉપી 
2. રેશનકાર્ડની કૉપી 
3. આધારકાર્ડની કૉપી 
4. SC અથવા ST કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ
5. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
6. બેંક ખાતાની પાસબુક
7. મોબાઈલ નંબર

ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સરકાર આપશે સહાય - જાણો

Solar Light Trap (સોલાર લાઈટ ટ્રેપ) ઓનલાઈન અરજી? 

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઘેર બેઠા જાતે જ ઓનલાઈન અરજી કરી શકે છે.
Step-1: ગૂગલ સર્ચ કરીને ikhedutl Portal 2022 ની વેબસાઇટ ખોલવી અને તેમાં 'યોજના' પર ક્લિક કરવું. 
Step-2: યોજના પર ક્લિક કર્યા બાદ 'ખેતીવાડી યોજનાઓ' પર ક્લિક કરવું જે બાદ અનેક યોજનાઓ ખુલશે, તેમ 'સોલાર લાઇટ ટ્રેપ' પર ક્લિક કરવું. 
Step-3: યોજનાની માહિતી વાંચ્યા બાદ 'અરજી કરો' પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ જો પહેલાથી જ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હશે તો 'હા' અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે બાદ આગળની પ્રક્રિયા કરી શકાશે. 
Step-4: પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હશે તો જે તે ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એપ્લિકેશન સેવ કરવાનું રહેશે. 
Step-5: ફરીથી આખી અરજી વાંચીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે, જેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે.

ખેડૂતોને યોજનામાં સહાય લેવા માટેની આધિકારિક વેબસાઇટ 


ખાસ ધ્યાન રાખવું કે આ યોજનામાં સહાય લેવા માટે અરજી કરવાની અંતિમ તારીખ 21 માર્ચ, 2022 છે. ખેડૂતોએ આ તારીખ પહેલા જ અરજી કરી દેવાની રહેશે.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.