સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં 1માં 100 ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-7 સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના 2021


નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્‍યાઓને પણ વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ આપવામાં આવે છે.

ધોરણ 1 માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્‍યાને 2000/- રૂપિયાની બોન્‍ડની રકમ આપવામાં આવે છે.

7 લાખ કન્‍યાઓને રૂ. 70 કરોડના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા.

ધોરણ 8 પાસ કરે ત્‍યારે બોન્‍ડની રકમ તેના વ્‍યાજની રકમ કન્‍યાને આપવામાં આવશે.

લાભ કોને મળે

બી.પી.એલ. કાર્ડ ધરાવતા કુટુંબોની કન્યાઓને

કેટલો લાભ મળે

રૂપિયા 2000 નો બોન્ડ મળવાપાત્ર થઈ છે.

લાભ ક્યાંથી મળે

જે તે શાળામાંથી

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના 2021

આ યોજના અંતર્ગત કોને લાભ મળે, કેટલો લાભ મળે અને કઈ જગ્યા પરથી લાભ મળે વગેરે જેવી બાબતો તમને નીચે દર્શાવામાં આવી છે. આ યોજનાની વિગતવાર માહિતી અહીંયા આપેલી છે.

આ યોજનાનો લાભ લેવા  માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે. જે તમને જિલ્લા આરોગ્ય તંત્ર માંથી મળી રહશે.

ગુજરાતમાં 1.5 કિલોથી ઓછા વજનના જન્મેલ શિશુની 7 દિવસની સારવાર માટે સરકારે બાલસખા યોજના-3 અમલમાં મૂકી છે જે અંતર્ગત 7 દિવસ માટે 49,000 રૂપીયા સરકાર ખાનગી હોસ્પિટલને ચૂકવશે તેવી યોજના અમલમાં મૂકી છે. પરંતુ પોરબંદરમાં 11 જેટલા ખાનગી દવાખાના હોવા છતાં આ યોજના અમલમાં મૂકવામાં આવી નથી.

રાજ્ય સરકાર દ્વારા કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટે આ યોજના અમલમાં મૂકી છે જેમાં 1.5 કિલોગ્રામથી ઓછા વજનના જન્મેલા બાળકોને સારવાર માટે રોજના 1000 રૂપીયા લેખે 7 દિવસ સુધી 49,000 રૂપીયાની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે બાળકની માતાને પણ રહેવા અને ભોજનનો ખર્ચો રાજ્યસરકાર આપશે.

મહિલા લાભાર્થી માટે લગ્‍ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્‍ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્‍ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ).

પુરુષ લાભાર્થી માટે લગ્‍ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી ના જોઇએ, લાભાર્થીની પત્‍નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્‍ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ).

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના 2021 ની વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.