શાળા કે કોલેજમાં ભણતાં એક એક વિઘાર્થી આ યોજનાનો લાભ મેળવશે
૨૬મી જાન્યુઆરી-૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલ વિઘાર્થીઓની યાદમાં રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકેલ છે.
વર્ષઃ ૨૦૦૮-૦૯ થી રૂ.૨૫,૦૦૦/- થી વધારીને રૂ.૫૦,૦૦૦/- વિદ્યાર્થી દિઠ સહાય
આ યોજનાનો મુખ્ય ધ્યેય મૃત્યુ પામેલ બાળકોના વાલીઓને આર્થિક સહાય આપવાનો છે.
આ યોજનામાં સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત પ્રાથમિક શાળા, આશ્રમશાળા, માધ્યમિક અને ઉ. મા. શાળામાં ભણતા વિઘાર્થીઓને ૨૪ કલાક વિમાનું કવચ પુરું પાડવામાં આવે છે.
આ યોજનાનું પ્રિમીયમ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
નીચે પ્રમાણેની રકમ બાળકના મૃત્યુ પામતાં, વાલીને ચુકવવામાં આવે છે.
પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી : રૂ. ૫૦,૦૦૦/-
માધ્યમિક અને ઉ. મા. શાળાના વિઘાર્થીઓ માટે રૂ. ૫૦,૦૦૦/-
લાભ કોને મળે
ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈ પણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર
કેટલો લાભ મળે
વાહન અકસ્માત, સાપ-વીંછી કરડવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મુર્ત્યુંના કિસ્સામાં રૂપિયા 50000 ની સહાય ચુકવવામાં આવે છે.
લાભ ક્યાંથી મળે
સંભવિત સ્કૂલમાંથી
ક્યાં ક્યાં પુરાવા જોઈએ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ
FIR ની નકલ
પંચનામું
મરણનું પ્રમાણપત્ર
પેઢીનામું
ઈડેન્ડિટી બોન્ડ નમૂનો રૂપિયા 100 ના સ્ટેપ પેપર ઉપર
ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ સહાય યોજના 2021
અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા માટે ડો. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ સહાય યોજના શરુ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા ₹.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.
મુળ ગુજરાત રાજયના વતની હોવા જોઇએ.
સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓને પોસ્ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન.
ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન.
યોજનાનો લાભ પુત્રવધુને આપી શકાશે પરંતુ કુટુંબ દીઠ ફકત એકજ વ્યકિતને મળવાપાત્ર.
કોઇ આવક મર્યાદા નથી
લોન મેળવનાર લાભાર્થી એ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી પાંચ વર્ષ માટે આપવાની રહેશે.
લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે. પરંતુ લોનની વસુલાત ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે.
લાભાર્થીએ તેના લોનના નાણા મળ્યાની તારીખથી એક માસની અંદર અભ્યાસક્રમ શરૂ કરવાનો રહેશે. વળી લાભાર્થીએ તેના અભ્યાસક્રમનો પ્રગતિનો ત્રિમાસિક અહેવાલ સબંધિત શૈક્ષણિક સંસ્થા પાસેથી મેળવી નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરને નિયમિત રજુ કરવાનો રહેશે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ સહાય યોજના 2021 ની વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો.
Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.
0 ટિપ્પણીઓ